સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (17:30 IST)

સિંહની વસ્તી ગણતરીમાં ડિજિટલ, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

રાજ્યના વાઈલ્ડલાઈફ બોર્ડએ સિંહોની વસતી ગણતરીમાં ડુપીલ્કેશન ટાળવા અને વ્યક્તિગત પ્રાણીની ઓળખ વધારવા વન વિભાગને આર્ટિફીસીયલ ઇન્ટેલીજન્સ (એસઇ) આધારિત પધ્ધતિનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

મે 2020માં હાથ ધરાનાર વસતી ગણતરીમાં ડિજિટલ ફોટો એનલિસિસ અને આર્ટિીફિસિયલ ઇન્ટેલીજન્સ આધારિત ટીમોલોજીનો ઉપયોગ કરાશે. સિંહોની વસતી ગણતરીમાં પહેલીવાર આઈ પધ્ધતિનો ઉપયોગ કરાશે. અગાઉ, વાઘની વસતી ગણતરીમાં આવી અત્યાધુનિક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વન વિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે સિંહના શરીર પર ઓળખહ્નો ચહેરાની ઓળખના આધારે ડુપ્લીકેટ એન્ટ્રી ટાળવા સોફટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફટવેરથી વાઈબ્રીસે (લાંબો કડક ચહેરાનાં લાંબા કડક વાળ અને મૂંછ) પેટર્નના આધારે અને શરીરનાં કાયમી ચિહ્નોના આધારે વ્યક્તિગત સિંહની ઓળખ કરી શકાશે. એ જ વ્યક્તિગત સિંહનાં લાઈટિંગનો લાંબા ગાળાનો ડેટાબેસ તૈયાર કરવામાં મદદ મળશે.
અધિકારીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ફિલ્ડ કર્મચારીઓને આપવામાં આવતી હતી અન્ે એમાં તે સિંહનાં વ્યક્તિગત ચિત્ર પર ઓળખના ચિહ્ન નોંધવા સાથે તસવીરમાં ઓળખતા. આ કારણે એક જ સિંહની એકથી વધુ વાર ગણતરી થતી હતી, પરંતુ લેટેસ્ટ સોફટવેરથી આવું ડુપ્લીકેશન ટાળી શકાશે અને વધુ સચોટતા સાથે ગણતરી થઇ શકશે.