પોલીસે રાજસ્થાનથી આવેલી બસમાં ચેકિંગ કર્યુ, 642 નકલી નોટ સાથે શખ્સ ઝડપાયો
સુરતમાં પુણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં ચેકિંગ કરતા નકલી નોટ મળી આવી હતી. જોકે, રૂ .2000, 500, 200, 100 ની કુલ રૂ.3,38,500 ની મત્તાની 642 નંગ જાલી નોટ સાથે પોલીસે એક શખ્શની ધરપકડ કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના શખ્સને વતન ઝાલોરથી મિત્રએ આ જાલી નોટનો જથ્થો સુરતના અડાજણમાં એક વ્યક્તિને પહોંચાડવા આપ્યો હતો.
સુરતના નિયોલ ચેક પોસ્ટ ઉપર દરોજ સુરતની બહાર આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ સવારે રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલની સ્લીપર કોચ બસ ચેકપોસ્ટ પર આવતા પોલીસે આ બસમાં રાબેતા મુજબ ચેકિંગ કરી હતી ત્યારે એક વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ દેખાતા વ્યક્તિને તેની પાસેની કાળી બેગ બતાવવાનું કહેતા તે ગભરાઈ ગયો હતો. પોલીસે તેનો સમાન ચેક કરતા તેની બેગમાંથી સફેદ કાપડની થેલીમાં રૂ.2000,500,200 અને 100ની નોટો મળી આવી હતી. જોકે, પોલીસે આર રૂપિયા ચેક કરતા તમામ નોટોના સીરીયલ નંબર સરખા હોય નોટો બોગસ હોવાની શક્યતાના આધારે તેને બસમાંથી ઉતારી લેવાયો હતો. આ ઈસમને પોલીસ સ્ટેશન લઇ જઈને તપાસ કરતા પુછપરછ દરમિયાન તે વ્યક્તિની ઓળખ ચુનીલાલ મંગલારામ સુથાર તરીકે થઇ હતી. તે હાલ કતારગામ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની હોવાની વિગત આપી હતી. તેની પાસેથી રૂ.500 ની 617, રૂ.2000 ની 14, રૂ.200 ની 9 અને રૂ.100 ની 2 મળી કુલ રૂ. 3,38,500 ની મત્તાની 642 બોગસ નોટો મળી હતી. બોગસ નોટ તેને ગતરોજ વતન થી સુરત આતો હતો ત્યારે ઝાલોર બસ સ્ટેશન ઉપર મિત્ર રમેશ પોકરારામ ચૌધરી આપી ગયો હોવાની તેમજ નોટો સુરતમાં અડાજણ મક્કાઇપુલના નાકે રીવર હાઈટ્સમાં રહેતા ચંદ્રકાંત વાઘજી શાહને પહોંચાડવાની હતી તેવી કબૂલાત કરી હતી.જોકે ઝડપાયેલી નકલી નોટો એક જ સીરીયલ નંબરની હોવા ઉપરાંત તેનો કાગળ પણ જાડો છે. વળી, તમામ બોગસ નોટમાં અસલ નોટની જેમ અંગ્રેજીમાં ગ્રીન પટ્ટીમાં RBI લખ્યું ન હતું. પુણા પોલીસે ચુનીલાલ સામે ગુનો નોંધી ધરપકડ કરી રમેશ ચૌધરી અને ચંદ્રકાંત શાહને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે રાજસ્થાનથી આવેલી બસમાં ચેકિંગ કર્યુ, 642 નકલી નોટ સાથે શખ્સ ઝડપાયો
સુરતમાં પુણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં ચેકિંગ કરતા નકલી નોટ મળી આવી હતી. જોકે, રૂ .2000, 500, 200, 100 ની કુલ રૂ.3,38,500 ની મત્તાની 642 નંગ જાલી નોટ સાથે પોલીસે એક શખ્શની ધરપકડ કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના શખ્સને વતન ઝાલોરથી મિત્રએ આ જાલી નોટનો જથ્થો સુરતના અડાજણમાં એક વ્યક્તિને પહોંચાડવા આપ્યો હતો.સુરતના નિયોલ ચેક પોસ્ટ ઉપર દરોજ સુરતની બહાર આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ સવારે રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલની સ્લીપર કોચ બસ ચેકપોસ્ટ પર આવતા પોલીસે આ બસમાં રાબેતા મુજબ ચેકિંગ કરી હતી ત્યારે એક વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ દેખાતા વ્યક્તિને તેની પાસેની કાળી બેગ બતાવવાનું કહેતા તે ગભરાઈ ગયો હતો. પોલીસે તેનો સમાન ચેક કરતા તેની બેગમાંથી સફેદ કાપડની થેલીમાં રૂ.2000,500,200 અને 100ની નોટો મળી આવી હતી. જોકે, પોલીસે આર રૂપિયા ચેક કરતા તમામ નોટોના સીરીયલ નંબર સરખા હોય નોટો બોગસ હોવાની શક્યતાના આધારે તેને બસમાંથી ઉતારી લેવાયો હતો. આ ઈસમને પોલીસ સ્ટેશન લઇ જઈને તપાસ કરતા પુછપરછ દરમિયાન તે વ્યક્તિની ઓળખ ચુનીલાલ મંગલારામ સુથાર તરીકે થઇ હતી. તે હાલ કતારગામ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની હોવાની વિગત આપી હતી. તેની પાસેથી રૂ.500 ની 617, રૂ.2000 ની 14, રૂ.200 ની 9 અને રૂ.100 ની 2 મળી કુલ રૂ. 3,38,500 ની મત્તાની 642 બોગસ નોટો મળી હતી. બોગસ નોટ તેને ગતરોજ વતન થી સુરત આતો હતો ત્યારે ઝાલોર બસ સ્ટેશન ઉપર મિત્ર રમેશ પોકરારામ ચૌધરી આપી ગયો હોવાની તેમજ નોટો સુરતમાં અડાજણ મક્કાઇપુલના નાકે રીવર હાઈટ્સમાં રહેતા ચંદ્રકાંત વાઘજી શાહને પહોંચાડવાની હતી તેવી કબૂલાત કરી હતી.જોકે ઝડપાયેલી નકલી નોટો એક જ સીરીયલ નંબરની હોવા ઉપરાંત તેનો કાગળ પણ જાડો છે. વળી, તમામ બોગસ નોટમાં અસલ નોટની જેમ અંગ્રેજીમાં ગ્રીન પટ્ટીમાં RBI લખ્યું ન હતું. પુણા પોલીસે ચુનીલાલ સામે ગુનો નોંધી ધરપકડ કરી રમેશ ચૌધરી અને ચંદ્રકાંત શાહને વોન્ટેડ જાહેર કર્યા છે.