1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (15:42 IST)

દીપડાનો વધતો આતંક, ચોટીલાની કોર્ટમાં ઘૂસી જતાં નાસભાગ મચી ગઈ

Leopard કે Panther in chotila
ગાંધીનગરના સચિવાલયના સંકુલમાં તાજેતરમાં દિપડો ઘૂસી જવાની ઘટના બની હતી. આવી જ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં બની છે. આ વખતે દિપડાએ કોર્ટ પર પસંદગી ઉતારી હતી, સવારના સમયે લગભગ સાડા અગિયાર વાગ્યે દિપડાની કોર્ટમાં એન્ટ્રી થતા નાસભાગ થઈ ગઈ હતી. જ્યારે દિપડો કોર્ટમાં ઘુસ્યો ત્યારે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હોવાથી લોકોની ભીડ પણ હતી. એ પછી દિપડાને પકડવા માટે વન વિભાગના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. જાણકારોનુ કહેવુ છે કે ચોટીલાના ડુંગરાળ વિસ્તારોમાં દિપડા કયારેક ક્યારેક દેખાઈ જતા હોય છે.