શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 એપ્રિલ 2018 (11:17 IST)

ઈન્દોર - 'શિવના રાજ'માં 4 મહિનાની નવજાત બાળકી પર બળાત્કાર પછી હત્યા

દેશમાં અવાર નવાર માસૂમ બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજો મામલો ઈન્દોરનો છે. જ્યા 4 મહિનાની એક માસૂમને હત્યારાઓએ પોતાની હવસનો શિકાર બનાવી અને ખૂબ જ નિર્દયતાથી તેની હત્યા કરી નાખી. 
 
ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાજવાડા ક્ષેત્રના શિવ વિલાસ પૈલેસના બેસમેંટ પરથી બાળકીની લાશ મળી.  બાળકીની લાશ મળવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો. વિસ્તારના લોકોએ ઘટનાની સૂચના પોલીસને આપી.  સૂચના પર પહોંચેલ મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ મોકલી દેવામાં આવ્યો. 
 
ઘટના ઈન્દોરના એમજી રોડ પોલીસ મથકની છે. પોલીસને કોઈએ સૂચના આપી કે લગભગ એક વર્ષની બાળકીનો મૃતદેહ પડ્યો છે. જ્યાર પછી પોલીસે મૃતદેહ જપ્ત કર્યો. પોલીસે મીડિયાને સૂચના આપી છે. મામલામાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. 
 
જે બિલ્ડિંગ પાસેથી બાળકી જપ્ત કરવામાં આવી છે તેની સીસીટીવી ફુટેજમાં 21 વર્ષના સુનીલ ભીલ નામનો વ્યક્તિ લગભગ સાઢા ચાર વાગ્યે પોતાના ખભા પર બાળકીન લઈ જતો દેખાય રહ્યો છે. આ જ આધાર પર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 
 
પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકી સાથે રેપની આશંકા બતાવી છે. જો કે મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી હકીકતની જાણ થશે. પણ માહિતી મળી છે કે બાળકીના પ્રાઈવેટ પાર્ટ્સમાં ગંભીર જખમ છે.