સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (12:46 IST)

લિમડી હાઇવે પર એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, 1નુ મોત

ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. અકસ્માતોની વણઝાર લાગી છે ત્યારે ગત મોડી રાત્રે ઝાલોદ-લીમડી હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 
 
મળતી માહિતી અનુસાર ઝાલોદ-લીમડી હાઈવે રોડ પર મોડી રાત્રે વરોડ ગામ નજીક કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરખાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. કાયવાહી હાથ ધરી હતી