શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 23 જાન્યુઆરી 2021 (17:43 IST)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન તો નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

23 ફેબ્રુ. અને 2 માર્ચે પરિણામ

ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખનું  એલાન થઈ રહ્યુ છે. . ચૂંટણી કમિશ્નર સંજયપ્રસાદની પીસી મનપા અને પંચાયતની ચૂંટણીનું એલાન કરશે.  31 જિલ્લા પંચાયત અને 6 મનપાની ચૂંટનીનુ એલાન આજે થવાની શક્યતા છે. તાલુકા પંચાયત અને 80 નગર પંચાયતની પણ આજે જાહેરાત થઈ શકે છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
- સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો થઈ જાહેર 
- મહાનગર પાલિકાના ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
-  21 અને 23 ફેબ્રુઆરીએ થશે મતદાન
- ચૂંટણી પંચે કરી જાહેરાત,  રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. 
- જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે
- ચૂંટણી અંતર્ગતનું જાહેરનામું 1 ફેબ્રુઆરીએ બહાર પડાશે.
- કોગ્રેસે ચૂંટણી લડવા અને જીતવાની તૈયારી કરે લીધી છે - અમિત ચાવડા 
- કોંગ્રેસે મનપાની ચૂંટણીના પરિણામ જાહેર થવાની તારેખ પર ઉઠાવ્યા સવાલ 
- 21 ફેબ્રુઆરીએ રવિવારે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે મતદાન 
- રાજ્યની 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ યોજાશે મતગણતરી 
- મહાનગર પાલિકાના ચૂંટણી - 21 ફેબ્રુઆરીએ મતદાન, 23 ફેબ્રુઆરીએ મતગણતરી 
- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં 21 ફેબ્રુઆરીએ મતદાન