રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (12:05 IST)

LRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારની જાહેરાત પણ આંદોલન યથાવત્

ગુજરાત સરકારે મહિલા અનામત અંગેના તા. 1-8-2018ના પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે 2150 બેઠક વધારીને 5227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા આંદોલનકારીઓ માટે જાહેર કરી હતી. જો કે, આ પછી આંદોલન પાછું ખેંચાઇ જશે તેવી અપેક્ષા રાખતી સરકાર માટે નિરાશાજનક ઘટના એ છે કે, આંદોલનકારીઓએ પરિપત્ર જ રદ કરવાની માગ પર અડગ રહીને આંદોલન યથાવત્ રાખવાની જાહેરાત કરી છે. 
આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં નોકરીની વધુ તકો ઉભી થાય તે માટે સુપર ન્યૂમરી જગ્યાઓની ભરતી કરવાનો પણ નિર્ણય કર્યો છે. જેના પરિણામે અનામત અને બિનઅનામત વર્ગોની બંને કક્ષાએ બહેનોને ભરતીમાં યોગ્યતાના અધારે વધુ તક મળશે. LRD ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, બક્ષીપંચની બહેનોની 1834થી વધારી 3248, સામાન્ય કેટેગરીની બહેનોની સંખ્યા 421થી વધીને 880 તેમજ SCની 346થી 588 અને STમાં 476થી વધારી 511 જગ્યાઓનો વધારો કર્યો છે. 
આ ઉપરાંત અગાઉના કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કટઓફ કરવામાં આવતા કુલ 5227 જગ્યાઓ ઉપર બંને વર્ગની બહેનોને લાભ થશે. હાલ સરકારની કોઇ પણ ભરતી 1-8-2018ના પરિપત્ર પ્રમાણે નહીં કરવામાં આવે. જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા સામસામા આંદોલનને કારણે સરકારની સ્થિતિ કફોડી થઇ ગઇ હતી. છેલ્લા ચાર દિવસથી સરકારના સિનિયરમંત્રીઓ અને અધિકારીઓ તથા મુખ્યમંત્રી વચ્ચે બેઠકોનો દૌર ચાલ્યો હતો. 
શનિવારે પણ સીએમ નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યા બાદ રવિવારે પણ બેઠકો યોજવામાં આવી હતી. ત્યાર બાદ આજે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય પર પહોંચી હતી. છેલ્લા પાંચ દિવસથી જીએડીના 1 ઓગસ્ટ, 2018નો પરિપત્ર રદ ન કરવાની કરવાની માંગ સાથે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી છે. તો બીજી બાજુ સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ પરિપત્ર રદ કરવાની માંગણી સાથે 68 દિવસથી આંદોલન કરી રહી છે.