1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 જુલાઈ 2021 (20:27 IST)

મહારાષ્ટ્ર વિધાનસભા: ભાજપના 12 ધારાસભ્યો 1 વર્ષ માટે સસ્પેન્ડ

maharastra assembly 12 bjp mla suspend
મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ઓબીસી આરાક્ષણ મુદ્દે ખૂબ હોબાળો થયો હતો. હોબાળા કરનાર ભારતીય જનતા પાર્ટીના 12 વિધાયકોને ને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એક અધિકારીએ જણાવ્યુ કે ભાજપાના 12 વિધાયકોને ને ચોમાસું સત્ર દરમિયાન સ્પીકર સાથે ગેવર્તણુક કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
 
મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા સત્રના ચોમાસું સત્રના પહેલા જ દિવસે ભાજપના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. પહેલા ભાજપના તમામ નેતાઓએ ગૃહની સીડી પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ સ્પીકરની કેબીનમાં ગયા હતા અને અધિકારીઓ સાથે ઝઘડો થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
 
રાજ્યના સાંસદ મંત્રી અનિલ પરબ દ્વારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.  ભાજપના 12 ધારાસભ્યો જેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ  સંજય કુટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભટખલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે, રામ સાતપુતે, વિજયકુમાર રાવલ, યોગેશ સાગર, નારાયણ કુચે, કીર્તિ કુમાર બાંગડિયા છે.
 
પરબે જણાવ્યું હતું કે 12 ધારાસભ્યોને મુંબઇ અને નાગપુરમાં વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્ણય સામે વાંધો ઉઠાવતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના ભાજપના સભ્યોએ કહ્યું હતુ કે વિપક્ષ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરશે.
 
તેણે કહ્યુ કે ભાજપાના ધારાસભ્યોએ પ્રિઝાઇડિંગ ઓફિસરને ગાળો બોલ્યા હતા. એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકેભાજપના ધારાસભ્યોના નામ લેતાં કહ્યું કે આ ધારાસભ્યો સ્ટેજ પર ગયા હતા અને પ્રિઝાઇડિંગ અધિકારીઓ સાથે ધક્કા મુક્કીકરી હતી. તેમજ ગૃહની અંદર વિપક્ષી નેતાએ સ્પીકર માઇક પણ તોડી નાખ્યા હતા. આ પછી જ્યારે સત્ર મુલતવી રાખવામાં આવ્યું ત્યારબાદ ભાજપના નેતાઓ સ્પીકરની કેબીનમાં ગયા અને અધિકારીઓને સાથે ઝગડો કર્યો હતો.
 
ફડણવીસે વધુમાં કહ્યું હતું કે, "આ ખોટો આરોપ છે અને વિપક્ષી બેંચોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ છે, કારણ કે અમે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી ક્વોટા પર સરકારના જૂઠ્ઠાણાને ઉજાગર કર્યો છે". તેમણે કહ્યું હતું કે ભાજપના સભ્યોએ પ્રિઝાઇડિંગ ઓફિસર સાથે દુર્વ્યવહાર કર્યો નથી. વિપક્ષી નેતાએ કહ્યું કે, તે શિવસેનાના ધારાસભ્યો હતા જેમણે અપશબ્દો બોલ્યાં હતા. તો બીજી બાજુ ધારાસભ્ય આશિષ શેલરે માફી માંગી હતી. 
 
ભાજપના ધારાસભ્યોએ આ સસ્પેન્શન કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતાં ગૃહની બહાર આવી ગયા હતા. તેમજ ભાજપે ચોમાસું સત્ર પૂર્વે વિરોધની ચેતવણી આપી હતી.