સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જૂન 2020 (15:49 IST)

વાતાવરણમાં ઓચિંતા પલટાને કારણે કેસર કેરીના ભાવમાં ભારે કડાકો

ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાના કારણે કેરીના ભાવમાં તોતિંગ કડાકો નોંધાયો છે. ગત સપ્તાહ સુધી સારી કેસર કેરીની પેટી રૂ. 1000 આસપાસ મળતી હતી, જ્યારે મધ્યમ ફળવાળી કેસરની પેટીનો ભાવ રૂ.600થી 800 આસપાસ હતો. જો કે મેઘરાજાએ ઓચિંતી પધરામણી કરતાં વેપારીઓએ કેરીના ભાવ અડધા કરી નાખ્યા છે. સીઝનની શરૂઆતમાં કેસર કેરીની 10 કિલોની પેટીનો ભાવ રૂ.700થી શરૂ થતો હતો અને રૂ.1200માં મોટા ફળવાળી મીઠી કેરી મળતી હતી. બજારમાં કેરીનો પુરવઠો મોટી માત્રામાં ઉપલબ્ધ થવા છતાં કેરીની પેટીની કિંમતમાં માંડ રૂ.100-150નો ઘટાડો આવ્યો હતો. પાછલા ત્રણ દિવસથી ગાંધીનગરમાં વરસાદના ઝાપટાં અને ચોમાસુ માહોલના કારણે કેરીની કિંમતમાં ઓચિંતો કડાકો બોલી ગયો છે. હાલ સેકટર-21, 24 અને સેકટર-7ના શાક માર્કેટ ઉપરાંત વિવિધ માર્ગો પર પણ કેરીના ઢગલા જોવા મળે છે. અત્યાર સુધી 10 કિલોની પેટીમાં 50 રૂપિયા ઘટાડવામાં પણ સંમત નહીં થનારા વેપારીઓ હાલ રૂ.500-600માં મોટા ફળવાળી કેસર કેરી આપી રહ્યા છે, જેનો ભાવ ગત સપ્તાહ સુધી 100-1200 જેટલો હતો. મધ્યમ ફળવાળી કે કેરીની પેટી રૂ.400 આસપાસ મળી રહી છે. જૂનાગઢની કેસર કેરીની જેમ કચ્છી કેસરના ચાહકોનો વર્ગ પણ મોટો છે. સૌરાષ્ટ્રની કેસર કેરીની સિઝન પૂરી થાય ત્યારે સામાન્ય રીતે કચ્છની કેસર બજારમાં દેખાતી હોય છે. આ વર્ષે હજુ સુધી કચ્છી કેસર જોવા મળતી નથી. સરકારની સહાયતાથી ચાલતા કચ્છી કેસરના સ્ટોલ પણ આ વર્ષે નથી. વરસાદબાદ  હવે થોડા દિવસોમાં કચ્છી કેસરનું આગમન થવાની કેરી રસિયાઓને આશા છે.