ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (16:58 IST)

છેતરપિંડીથી માતા-પિતાએ પોતાના ગે પુત્રના કરાવી દીધા લગ્ન, પત્નીએ આ રીતે ખોલી પોલ

અમદાવાદના પાલડી વિસ્તારની એક લગ્નમાં દગો કરવાની એક ફરિયાદ સામે આવી છે.  છેતરપિંડીનો ભોગ બનેલ વેજલપુર વિસ્તારની એક પરિણીતાએ પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ દગો આપવાની અને ઘરેલુ હિંસાની પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગર મહિલા પોલીસમાં નોંધાવી છે. અમદાવાદનો આ કિસ્સો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ કિસ્સામાં પરિણિતા લગ્ન બાદ પણ વર્જિન હતી. કારણ કે તેનો પતિ ગે હતો. 
 
ફરિયાદ અનુસાર, વેજલપુરમાં રહેતી યુવતીનાં લગ્ન પાલડીમાં રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ પતિ શરીર સંબંધ બાંધવાથી દૂર રહેતો હતો. આ દરમિયાન પત્નીએ પતિનો મોબાઇલ તપાસતા તેમાં અન્ય પુરુષો સાથેની અશ્લીલ ચેટ જોવા મળી હતી. આથી પતિ સજાતીય સંબંધ ધરાવતો હોવાની શંકા ગઈ હતી. પતિના મોબાઇલમાંથી પત્નીને ગ્રાઇન્ડર એપ (સમલૈંગિક માટેની ડેટિંગ એપ) પણ મળી હતી. આથી પત્નીએ એપ અંગે પતિને પૂછતાં તેણે સજાતીય હોવાનો ઇનકાર કર્યો હતો.
 
પત્નીએ પણ પોતાના મોબાઇલમાં ગ્રાઇન્ડર એપ ડાઉનલોડ કરી એક ફેક આઈડી બનાવ્યું હતું અને પોતાના પતિ સાથે છોકરો બની વાત કરવા લાગી હતી. એક દિવસ પરિણીતાએ ચેટિંગ કરતા-કરતા અમદાવાદના રિવરફ્રન્ટ પર મળવાની વાત કરી હતી. અને પતિ પણ અન્ય છોકરાને મળવા માટે રિવરફ્રન્ટ પહોંચી ગયો હતો ત્યારે પત્નીને જોઈ ચોંકી ગયો હતો અને માફી માગી કહ્યું હતું કે,”હું સજાતીય છું, માતાપિતાએ મારી ઇચ્છા વિરુદ્ધ લગ્ન તારી સાથે કરાવી દીધાં છે.”