1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:59 IST)

કિશન ભરવાડ હત્યા કેસઃ કમરગની ઉસ્માનીના બેંક ખાતામાં 11 લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા, પૈસા ક્યાંથી આવ્યા અને કોને મોકલ્યા તેની તપાસ થશે

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ બે નકાબ થઈ રહ્યા છે. તેવા સમયે હવે એટીએસને કમરગની જ આ કેસમાં મહત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે.

હત્યા કેસની તપાસમાં ATSના તપાસમાં કમરગનીની બેંક ડિટેલ્સનો ખુલાસો થયો છે. જેની તપાસમાં હવે ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) પણ જોડાશે.મૌલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું, તેમાં 11 લાખથી વધુ રૂપિયા પતા અને તેમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ખુલાસા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ત્રિપુરામાં UAPA હેઠળ કેસ નોંધાયો તેના વકીલને પણ 1.50 લાખ એમાંથી આપ્યા હતા.

હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોય તેની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં તેની શંકાના આધારે હવે ED પણ આ મામલે તપાસમાં જોડાશે.દિલ્હીના મૌલાના કમરગનીની અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા. જે અંગે હવે સોશિયલ મીડિયા મહત્વની કડી સાબિત થશે.​​​​​​​ ​​​​​​​

ગુજરાત એટીએસના સુત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમરગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્વનો છે. કમરગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે FSLને ડિવાઇસ આપવામાં આવ્યા છે. જેમાંથી હવે જે ડેટા રિકવર થશે તેના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમરગનીના તાર ક્યાં સુધી ઘુસેલા છે તે જાણવા મળશે.ધંધૂકાના યુવકને ટાર્ગેટ બનાવીને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી હત્યાના પ્લાન ઘડાવી દીધો હતો. આ કૃત્ય અંગે ધર્મમાં કોઇ ગુનો નથી તેવું સમજાવીને કટ્ટરતા ઊભી કરી હતી. એટલું જ નહીં, આ હત્યા થયા પહેલાં જ આરોપીને લીગલ મદદ કરવાની તૈયારી બતાવી હતી.