1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (10:48 IST)

ગુજરાતમાં માવઠું: રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હિલ સ્ટેશન જેવો માહોલ

Mavthu in Gujarat
ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠાની વકી છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.
 
અમદાવાદ-વડોદરામાં કમોસમી વરસાદ
ગઈકાલે રાત્રે અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો તેમજ ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.
 
રાજકોટમાં વહેલી સવારે વરસાદી છાંટા પડતાં ખેડૂતોમાં ચિંતા
રાજકોટના વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન ખાતા દ્વારા આગાહી, પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતોમાં ચિંતાફેલાઇ ગઇ હતી, સાથે જ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ઠંડો પવન ફૂંકાવાની સાથે આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ ગયું હતું અને છ વાગે વરસાદી છાંટા પડ્યા હતા. શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. જીરૂ, ચણાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. ઠંડો પવન ફૂંકાતાં ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો. લોકો તાપણું કરી તાપતા નજરે પડ્યા હતા