સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :મહેસાણા , બુધવાર, 17 જુલાઈ 2019 (16:43 IST)

મહેસાણા: 13 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ કર્યા બાદ પિતાએ જ કરી હત્યા

: મહેસાણામાં મળેલી 13 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કડીના આદુંદરા પાસે નર્મદા કેનાલના કિનારેથી અંદરના ભાગે ઢાળ ઉપરથી શનિવારે સવારે બાળકીની દુષ્કર્મ બાદ મોતને ઘાટ ઉતારી ફેંકી દેવાયેલી લાશ મળી આવાત સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને લઇને પ્રાથમિક તપાસમાં બાળકીનો પિતા જ તેનો હત્યારો હોવાનું સામે આવ્યું છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર બાળકી કડીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. આ બાળકીનું દુપટ્ટાથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. ગળા અને છાતીના ભાગે લાલ અને કાળા નિશાન મળી આવ્યા હતા. તો માથાના ભાગે, કપાળ, હોઠ, ગાલ અને પીઠના ભાગે પણ ઇજાના નિશાન હતા. બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર લોહીના નિશાન મળ્યા હતા.
 
પોલીસે દુષ્કર્મ બાદ હત્યાને અકસ્માતે મોત દર્શાવવાના ઇરાદે કેનાલમાં લાશ ફેંકી હોવાનું અનુમાન લગાવી પોલીસે બાળકીની ઓળખ શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનાની ગંભીરતાને લઇ લાશને ફોરેન્સિક પીએમ અર્થે અમદાવાદ લાવવામાં આવી રહતી. તે દરમિયાન કડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અને દુષ્કર્મ તેમજ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
 
ત્યારે આ ઘટનાને લઇ બાળકીનો પિતા જ તેનો હત્યારો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પ્રાથમિક તપાસમાં ચાર દિવસ પહેલા દાણીલીમડા ઘરે આવેલી બાળકીને એકટિવા લઇને હોસ્ટેલ મુકવા જતા રસ્તામાં જ પિતાએ તેની દીકરીની હત્યા કરી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે પ્રાથમિક પૂછપરછમાં બાળકી પર દુષ્કર્મ કર્યાનો પિતાએ ઇન્કાર કર્યો છે. જોકે, મૃતક બાળકી આરોપી પિતાની પહેલી પત્નીનું સંતાન હતી અને તે સતત હેરાન કરતી હોવાનથી તેની હત્યા કરવામાં આવી છે.