સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2023 (14:04 IST)

નાગા બાવાના વેશમાં કરી સોનાની લૂંટ

મહેસાણામાં જીલ્લામાં  હાઈવે પર નાગા બાવાના વેશમાં આવેલા લૂંટારુઓ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા . 
પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણા જીલ્લામાં ફિલ્મી ઢબે લૂંટની ઘટના સામે આવી છે. વિસનગર-વિજાપુર હાઈવે પર કૂવાડા ગામની નજીક એક પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે એક ટોળકી નાગા બાવાના વેશમાં આવી હતી.

વિસનગરનો એક પરિવાર લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. ત્યારે લુંટારાઓની એક  ટોળકીએ નાગા બાવાના વેશમાં અચાનક કરાની સામે આવી કાર રોકી હતી અને કારમાં બેઠેલા લોકો પાસેથી સોનાના દાગીના અને સોનાની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અંદાજે દોઢ લાખથી વધુ રકમના દાગીના લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.