ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (14:29 IST)

સસરાએ પુત્રવધુને કહ્યું મને રાતનું સુખ આપીશ, પતિને ફરિયાદ કરતાં પિયર મુકી આવ્યો

અમદાવાદમાં લગ્ન બાદ પરીણિતા સાથે સાસરિયાઓ દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવે છે. ઘણી વખત દહેજ જેવી માંગણીઓને લઈને પરીણિતાઓને હેરાન પરેશાન કરી મુકાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે લગ્ન બાદ પોતાની દીકરી સમાન વહુ પર સગો સસરો જ હેવાન બની જાય છે. શહેરમાં એક સસરાએ લગ્ન બાદ પુત્રવધૂને માનસિક ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતી. ત્યારબાદ પુત્રવધૂને ઘરમાં એકલી જોઈને તેને કહ્યું કે, મારી પાસે બધું સુખ છે, રાતનું સુખ નથી. મારી પત્ની તે આપી શકતી નથી, તો તું મને તે સુખ આપીશ. આ અંગે પુત્રવધૂએ પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

વાસણામાં રહેતી 24 વર્ષની યુવતીના ફેબ્રુઆરીમાં મહેસાણામાં રહેતા દીકરા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ કશ્યપ અને યુવતી ફરવા જવાના હતા ત્યારે સસરાએ સાથે આવવા જણાવ્યું હતું. પતિ-પત્ની રૂમમાં હોય ત્યારે પણ પણ સસરા દરવાજો ખખડાવી હેરાન કરતા હતા. યુવતી જ્યારે પતિને આ અંગે ફરિયાદ કરતી, ત્યારે દીકરો કહેતો કે તે પિતા છે, એમાં શું થઈ ગયું. ત્યારબાદ જયેન્દ્રએ યુવતી અને કશ્યપનું સાથે ફરવા જવાનું બંધ કરાવી દીધું હતું અને અવારનવાર યુવતીને ત્રાસ આપતો હતો.

એક દિવસ યુવતી અને સસરા ઘરમાં એકલા હતા ત્યારે યુવતીને પાસે બોલાવીને સસરાએ કહ્યું હતું કે, મારી પાસે બધા સુખ છે, પરંતુ રાતનું સુખ નથી. જે મારી પત્ની મને નથી આપી શકતી તો તું મને તે સુખ આપી શકીશ. યુવતી ડરીને રૂમમાં જતી રહી, ત્યારે સસરાએ ધમકી આપી કે તું આ વાત કોઈને કરીશ તો હું કેનાલમાં પાડીને આપઘાત કરી લઈશ. યુવતીએ આ અંગે સાસુ નિરમાને જાણ કરી તો સાસુએ કહ્યું કે, અત્યાર સુધી મેં સહન કર્યું હવે તું સહન કર.પતિને ફરિયાદ કરી તો પતિએ પણ કહ્યું કે, પગલાં લઈશું, પરંતુ બનાવના 2 દિવસમાં દીકરો યુવતીને પિયરમાં મૂકી આવ્યો હતો. લગ્નના 6 મહિના સુધી યુવતી પિયરમાં જ રહી હતી.

આ બનાવ બાદ યુવતીને સાસરીમાં પરત ન લઈ જવાતા યુવતીએ સસરાની કરતૂત અંગે પોતાના પિયરમાં જાણ કરી હતી. યુવતીએ સમગ્ર મામલે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.