મેટ્રો પ્રોજેક્ટ- જુના અમદાવાદમાં કપાત સામે વેપારીઓનો વિરોધ

બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:01 IST)

Widgets Magazine
metro project


 અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ચાલતા મેટ્રો કંસ્ટ્રક્શનના કારણે કાલુપુર સહિતના મુખ્ય હોલસેલ બજારોના વિસ્તારમાં કપાત આવતી હોવાથી કામ અટક્યું છે. મેટ્રો પ્રોજેક્ટ માટે રેવડી બજાર અથવા સરદાર વલ્લભભાઈ પટેલ સિંધિ કો-ઓપરેટિવ સોસાયટીના વેપારીઓ અને તંત્ર વચ્ચે કપાત અંગે સમજૂતી નહીં થાય તો ફરી એકવાર સમગ્ર પ્રોજેક્ટ ખોરંભે ચડશે.રેવડી બજાર માર્કેટ કોમ્પ્લેક્સમાં આશરે 455 જેટલી કાયદેસર દુકાનો આવેલી છે જ્યારે 69 જેટલી ગેરકાયદે દુકાનોના વેપારીઓ આ સંપાદન કાર્ય સામે લડત આપી રહ્યા છે.

તેમનું કહેવું છે કે કુલ 10000 સ્ક્વેર મીટર જગ્યામાંથી આ પ્રોજેક્ટ પાછળ તેમની 5000 સ્ક્વેર મીટર જગ્યા કપાતમાં જશે. જેને લઈને એસોસિએશને નજીકમાં આવેલ મિલની 10000 સ્ક્વેર મીટરની જગ્યા આ 60 વર્ષ જૂની બજારને રીલોકેટ કરવા માટે આપવા માગણી કરી છે. SVPSCSના ચેરમેનેકહ્યું કે, ‘મેટ્રો અને ત્યાર બાદ રોડની ટીપી કપાતથી અમારી કુલ માર્કેટની 50%થી વધુ જમીન જતી રહેશે. આ જગ્યા દેશના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી આવેલા સિંધિઓને કેન્દ્ર સરકાર દ્વારા તેમના જીવનનિર્વાહ માટે આપવામાં આવી હતી. અમે બધા જ લોકો વર્ષોથી હોલસેલના વેપારમાં છીએ જો આ જગ્યા જતી રહેશે તો અમારી સામે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થશે. રેવડી બજારના ટ્રેડર એસોસિએશને અમાદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આ અંગે ચાર વખત રજૂઆત કરી છે. જ્યારે કોર્પોરેશનના અધિકારી કહી રહ્યા છે કે રેવડી બજારમાં કેટલીક ગેરકાયદેસર દુકાનો બની ગઈ છે. એસોશિએશને પહેલા આવી દુકાનો બંધ કરાવી પડશે.જ્યારે બીજી તરફ વેપારીઓ દલીલ કરી રહ્યા છે કે સાલ 2000ની શરુઆતમાં તેમણે વેપાર માટે આ આ જગ્યાના કોર્રોપેશનને તત્કાલીન ભાવ મુજબ પ્રત્યેક સ્ક્વેર મીટરના રૂ. 7,500 હિસાબે રુ. 1.25 કરોડ ચૂકવ્યા છે. એસોસિએશનના પ્રમુખ રામ ચાવલાએ કહ્યું કે, ‘અમે કોર્પોરેશનને 1.25 કરોડ રુપિયા ચૂકવ્યા હોવાની અમારી પાસે રિસિપ્ટ પણ છે. હકીકતમાં તો કોર્પોરેશને જ આગળની કાર્યવાહી પૂર્ણ નથી કરી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મેટ્રો પ્રોજેક્ટ- જુના અમદાવાદ વેપારીઓનો વિરોધ ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Rajkot News Live Gujarati News મેટ્રો કંસ્ટ્રક્શન. Metro Poject Ahmedabadm ગુજરાત સમાચાર Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિપક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક યોજાશે

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરવા બુધવારે અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્યોની એક ...

news

યુજીસીના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૧૮ યુનિ. અને ૪૬૫ કોલેજો જ નેક એક્રિડિએશન ધરાવે છે

ગુજરાત સરકાર રાજ્યમાં અનેક નવી યુનિવર્સિટીઓ અને કોલેજો શરૃ કરવા સાથે ઉચ્ચ શિક્ષણમાં ...

news

ટોક ઓફ ધ સ્ટેટ' બનેલો સવાલ, મંત્રીપદના અસંતોષથી સરકાર વધુ મુસીબતમાં મૂકાશે

પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને બાદમાં રાજ્યકક્ષાનાં મંત્રી પરષોતમ સોલંકીએ ખાતાની ...

news

#MaharashtraBandh LIVE: અનેક સ્થાન પર પ્રદર્શન, શાળા બસ અને ડબ્બાવાળાની સર્વિસ બંધ

પુણેમાં ભીમા કોરેગાવ લડાની 200મી વર્ષગાંઠના નિમિત્તે થયેલ હિંસાને લઈને બુધવારે મહારાષ્ટ્ર ...

Widgets Magazine