બુધવાર, 10 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑક્ટોબર 2020 (09:24 IST)

Dhrol 2007 - સિવિલ હોસ્પિટલમાં તોડફોડના કેસમાં MLA રાધવજી દોષી જાહેર, 6 માસની જેલની સજા

Dhrol 2007
2007 માં ધ્રોલ સિવિલ હોસ્પિટલમાં તોડફોડ કેસમાં જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને ધ્રોલ કોર્ટો દોષીત ઠેરવ્યા છે  જ્યારે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા રાઘવજી પટેલ, ત્રણ પત્રકાર સહિત પાંચને ધ્રોલ કોર્ટે 6 માસની સજા અને દરેકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. જેથી રાઘવજી પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે અપીલ કરવા માટે એક મહિના માટે તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. 
 
ઉલ્લેખનીય છે કે ધ્રોલમાં આરોગ્યની કથળેલી સેવાની રજુઆત માટે 16 જુલાઈ 2007 ના રોજં જોડીયા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ જામનગર ગ્રામ્યના ભાજપાના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના કેટલાક લોકો ધ્રોલ સરકારી દવાખાનામાં આવેદનપત્ર આપીને રજુઆત માટે ગયા બાદ દવાખાનામાં તોડફોડ અંગે પબ્લીક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ હેઠળ તત્કાલિન આરોગ્ય અધિકારીએ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
 
13 વર્ષ પહેલા ધ્રોલ હોસ્પિટલ પ્રશ્ને રજુઆત કરવા માટે રાઘવજી પટેલ સહિતનાં ટેકેદારો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. તે સમયે પોલીસમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય શખ્સો સામેનો કેસ ધ્રોલ કોર્ટે વિડ્રો કરવાની ના પાડી હતી. આજે ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચને દોષીત ઠેરવ્યા હતા. 2007માં રાઘવજી પટેલ કોંગ્રેસમાં ધારાસભ્ય હતા. ત્યારે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં સુવિધાઓ અંગે રજુઆત કરતા સમયે તોડફોડ કરી હતી. કેસવિડ્રોની પરવાનગી માંગતી અરજી પણ જે તે સમયે નામંજૂર કરવામાં આવી હતી.