બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (14:14 IST)

મોદીની કચ્છ મુલાકાત પહેલા નલિયા કાંડ ઠંડો પાડી દેવાય તેવી શક્યતાઓ

naliya cand 

નલિયાનાં સામૂહિક દુષ્કર્મકાંડને લીધે ભાજપ મુસીબતમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, આ કાંડનાં છાંટા વડાપ્રધાનની આગામી સંભવિત કચ્છ મુલાકાત ઉપર પણ પડે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો નલિયા રેપ કાંડને કારણે પીએમ મોદી કંડલામાં જે દેશનાં પ્રથમ સ્માર્ટ સિટી પ્રોજેકટનું ઉદ્દઘાટન કરવા માટે આવનારા છે તે રદ્દ થઈ શકે છે. અથવા તો એવું પણ બને કે મોદી કચ્છની મુલાકાતે આવે તે પહેલાં નલિયા કાંડને ઠંડું કરી દેવામાં આવે અને ત્યારબાદ તેનો જવાબ મોદી તેમની આગવી સ્ટાઈલમાં વિરોધીઓને આપે એવું પણ બની શકે છે. નલિયા રેપ કાંડને પગલે અચાનક જ ભાજપ તેના વિરોધીઓને હાથે ચઢી ગયો છે અને જિલ્લામાંથી માંડીને પ્રદેશ એકમોને પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસા કરવા પડી રહ્યા છે ત્યારે આવા વિપરીત અને વિવાદાસ્પદ માહોલમાં નરેન્દ્ર મોદી કચ્છ આવીને વિરોધીઓને કોઈ તક નહીં આપે તેવું ખુદ ભાજપનાં સૂત્રો દાવો કરી રહ્યા છે. બીજી બાજુ જે રીતે ભાજપ અચાનક હરકતમાં આવીને પોલીસ કરતાં પણ પહેલાં કાર્યવાહી કરીને સમગ્ર કાંડમાંથી પક્ષને બેદાગ બહાર કાઢવાની મથામણ કરી રહ્યો છે તેને જોતાં રાજકીય સમીકરણોને પારખનારા સૂત્રો એવું પણ માને છે કે, મોદીની ગુજરાત-કચ્છ-કંડલા મુલાકાત પહેલાં જ વિરોધ-વિપરીત વાતાવરણને સાફ કરી દેવામાં આવશે. કંડલા પોર્ટ દ્વારા કેન્દ્ર સરકારનાં ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીની યોજના ઉપર જે રીતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય શિપિંગ સચિવ કંડલા પોર્ટની મુલાકાતે આવનારા હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ હવે આગામી ૧૬થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન કંડલા પોર્ટની મુલાકાતે આવી શકે છે. શિપિંગ સેક્રેટરી રાજીવકુમાર ફેબ્રુઆરીમાં જ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમને અલંગ જોવાની ઈચ્છા છે એટલે અલંગ આવી રહ્યા હોવાને કારણે તેઓ કેપીટીની પણ મુલાકાત લેવાના છે એવું દિલ્હીનાં ટ્રાન્સપોર્ટ ભવન સાથે સંકળાયેલા સૂત્રોએ કર્યો હતો. બીજી બાજુ મિનિસ્ટર ઓફ સ્ટેટ એવા શિપિંગ મંત્રી અને ગુજરાતનાં રાજ્યસભાનાં સભ્ય એવા મનુખભાઈ માંડવિયા પણ એક ખાનગી કાર્યક્રમમાં ૧૮મી ફેબ્રુઆરીએ આમંત્રિત કરવામાં