સુરતમાં મોદી સેલ્ફી પોઇન્ટ પર ઊમટી જનમેદનીઃ ૮ કલાકમાં ૬ લાખ લોકોએ લીધી સેલ્ફી

સોમવાર, 17 એપ્રિલ 2017 (16:15 IST)

Widgets Magazine
modi selfie point


ગઈ કાલે બે દિવસ માટે સુરતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે શહેરમાં અનેક જગ્યાએ ડેકોરેશન કરવામાં આવ્યું છે જે માટે એરપોર્ટ રોડથી અઠવા ગેટ સર્કલ સુધીનો આખો વિસ્તાર શણગારવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાં રાહુલ રાજ મોલ પાસે નરેન્દ્ર મોદીનું બાવીસ ફુટનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે અને એને નામ આપવામાં આવ્યું છે. ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે આ સેલ્ફી પોઇન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અહીં ગઈ કાલે સાંજે સાત વાગ્યા સુધીમાં એટલે કે આઠ કલાકમાં છ લાખ સુરતીઓએ નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ સાથે સેલ્ફી લીધો હતો.

સ્વયંભૂ રીતે આવેલા આ સુરતીલાલાઓમાં યંગસ્ટર્સની અને એમાંય ખાસ તો છોકરીઓની સંખ્યા ભારોભાર મોટી હતી. નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવાનો આવો ક્રેઝ આ અગાઉ કયારેય જોવા નથી મળ્યો. પહેલી વખત એવું બન્યું છે કે નરેન્દ્ર મોદીનું આવડું મોટું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હોય અને એને સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હોય. ગુજરાત ગ્થ્ભ્ની ધારણા છે કે બે દિવસના મોદીના રોકાણ દરમ્યાન આ સેલ્ફી-પોઇન્ટ પર વીસ લાખથી વધારે લોકો સેલ્ફી લેશેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી પાટીદારોને કેવી રીતે મનાવશે ? બે ભાગમાં વહેંચાયેલા પાટીદારો માનશે ખરાં?

ગુજરાતમાં અનામત આંદોલનને લઈને પાટીદારોમાં ભાજપ વિરોધી સુર વહી રહ્યો છે. તો બીજી બાજુ ...

news

એંજિનિયરને ન મળી ગર્લફ્રેંડ તો પોતે જ બનાવેલ રોબોટ સાથે કરી લીધા લગ્ન !!

ચીનના મીડિયામાં હાલ એક વ્યક્તિ પોતાના વિચિત્ર લગ્નને લઈને ચર્ચામાં છે. એક એંજિનિયરને ...

news

આ દેશમાં લગ્ન પછી ત્રણ દિવસ સુધી વર-વધુ શૌચ નહી જઈ શકતા

અનેરી રીવાજમાં એક રીવાજ સામે આવ્યા છે . આમતો આ રીતેના વિશે સાંભળી તમે પણ હેરન થઈ જશો. ...

news

સૌરાષ્ટ્રની કેસર કેરીની વિદેશમાં ધૂમ માંગ,એક્સપોર્ટર્સની ઈન્કવાયરી શરૂ

અત્યાર સુધી સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી ગલ્ફ, યુ.કે, યુ.એસ. સહિતના દેશોમાં સિઝનમાં ...

Widgets Magazine