શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 18 જાન્યુઆરી 2020 (18:18 IST)

અમદાવાદમાં મોહન ભાગવતના નામે નવા બંધારણની PDF વાઇરલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાના ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય તેમજ મોહન ભાગવતના ફોટોનો ઉપયોગ કરી નવું બંધારણ બનવા જઇ રહ્યું છે, જેમાં નારી(સ્ત્રી)ને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સિમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયના વર્ગોના લોકો હલકી કક્ષાના છે તેવુ બતાવવાનો પ્રયાસ કરતી એક PDF અને ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા છે. આ મામલે RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સમાજમાં વર્ગો વચ્ચેની એકતા તોડવા, ભારતની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય તેવું લખાણ લખી સોશિયલ મીડિયામાં RSS અને મોહન ભાગવતના નામે ફરતા કરવામાં આવતા RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.