શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2023 (17:54 IST)

મોરબી:ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ

Morbi: Fierce fire in gas cylinder godown
Morbi news- મોરબીના નજીક ગેસના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી હતી. જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે ગેસના ગોડાઉનમાં લાગેલી આગને બુઝાવી નાખી હતી.

પણ ત્યાં સુધીમાં બાજુની ત્રણ દુકાનો આગની લપેટમાં આવી જતા ફાયર બ્રિગેડ સ્ટાફ આ ત્રણેય દુકાનોમાં આગ બુઝવવા કામે લાગ્યો હતો અને આગમાં ત્રણેય દુકાનો પણ ભસ્મીભૂત થઈ હોવાનું જાણવા મળે છે.
 
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગાળા ગામના પાટિયા નજીક આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમા ગેસની એજન્સી કમ ગોડાઉનમાં આજે સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગમાં ગેસના સિલિન્ડર ભરેલા ગોડાઉન લપેટમાં આવી જતા ધડાકા ભડાકા સાથે ભીષણ જ્વાળાઓ નીકળી હતી.