VIDEO-બનાસકાંઠામાં ચોમેર આકાશી તબાહીઃ 46 હજાર લોકોનું સ્થળાંતર, આર્મી અને એનડીઆરએફ ખડેપગે

બુધવાર, 26 જુલાઈ 2017 (12:58 IST)

Widgets Magazine

 
heavy rain

બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચોમેર તબાહી જોવા મળી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી રાહત અને બચાવની કામગીરી થઈ રહી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. તો 46 હજારથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 
heavy rain
હજુ પણ એટલા જ લોકો પાણી વચ્ચે ઝઝૂમી રહ્યાં  છે. સૌથી વિકટ સ્થિત ધાનેરાની છે. અહીં હજુ પણ 2થી 3 ફૂટ પાણી દોડી રહ્યા છે. જેના કારણે લોકોને પીવાના પાણી અને ભોજન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બનાસકાંઠામાં 6 સહિત ઉ ગુજ.માં કુલ 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તો હજારો પશુના મોતની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
rain in gujarat
 તંત્રની અગ્રતા હાલના તબક્કે લોકોને બચાવવાની છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદના ત્રીજા દિવસે પણ સમગ્ર જિલ્લો જળમગ્ન છે. અનેક ગામો સંપર્ક વિહોણા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકર ચૌધરીએ પાલનપુર ખાતે કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પુરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. લોકોને જરૂરી તમામ સહાય તાકીદે પુરી પાડવા મંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. 
rain in gujarat
જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવી લેવા માટે કલેકટર દિલીપ રાણાની સુચના અને માર્ગદર્શન અનુસાર મોટાપાયે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.સ્થળાંતર કરાયેલા લોકોને રહેવા, જમવા સહિત તમામ સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવે છે. 

 
rain in gujarat
જોકે જિલ્લાના અનેક સ્થળોમાં માર્ગો ક્ષતિગ્રસ્તી હોવાથી તંત્ર દ્વારા બચાવ કામગીરીમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પણ જિલ્લામાં મોટાભાગના તાલુકાઓ અંધારપટમાં છે. 
rain in gujarat
તેમને જીવવા માટે પ્રાથમિક ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં હેલીકોપ્ટરો મારફત 1,46,000 ફુડ પેકેટસ અને પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પુરથી અસરગ્રસ્ત લોકો માટે વડોદરા, કપડવંજ, આણંદ, અમદાવાદ અને મહેસાણાથી પણ ફુડપેકેટ આવી રહ્યા છે.
rain in gujaratWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બનાસકાંઠા ચોમેર આકાશી તબાહીઃ 46 હજાર લોકોનું સ્થળાંતર એનડીઆરએફ ખડેપગે ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Banaskantha Heavy Rains Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે પુરનો ખતરો, સાબરમતીમાં પાણીની સપાટી 133 મીટર પહોંચી

રાજસ્થાનનાં દક્ષિણ ભાગમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધીને ...

news

Photos-ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા મોદીએ ગુજરાતની ક્ષમતા પર વિશ્વાસ બતાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તાઇરો માટે ભારત ...

news

નરેન્દ્રભાઇ મોદી વરસાદના સ્થિતિની સમીક્ષા કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા (see Photo)

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે વડાપ્રધાન ...

news

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine