સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 માર્ચ 2021 (10:42 IST)

અમદાવાદ: મોદી સ્ટેડિયમમાં મોદી વાડી ટી શર્ટમાં ક્રિકેટ જોવા પહોંચ્યા..

અમદાવાદ: ઇન્ડીયા ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ યોજાઈ રહી છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બીજી ટેસ્ટ સીરીઝ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદીઓમાં પણ ઉત્સાહ છે અને ઉત્સાહ સાથે જ લોકો મેચ જોવા પહોંચ્યા હતા ત્યારે અલગ અલગ ગ્રુપ અલગ અલગ પ્રકારના પોષક અને વેશ સાથે પહોંચ્યા હતા જ્યાં અમદાવાદનું એક ગ્રુપ નરેન્દ્ર મોદીની પ્રિન્ટ વાડી ટી શર્ટ સાથે પહોંચ્યા હતા.
અસારવા વિસ્તારમાંથી રાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મેચ જોવા પહોંચ્યા હતા.રાકેશ શુક્લાએ જણાવ્યું હતું કે અત્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં થી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ થયું છે જેથી તેઓ આજે નરેન્દ્ર મોદીના પ્રિન્ટ વાડી ટી શર્ટ પહેરીને આવ્યા છે.અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમ હતું ત્યારે સરદાર પટેલની ટી શર્ટ પહેરીને પણ તેઓ આવતા હતા.તમામ લોકોએ સ્ટેડિયમ બહાર ભારત માતાકી જય અને નરેન્દ્ર મોદીની જયના નારા લગાવ્યા હતા અને બાદમાં સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો..