બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 જુલાઈ 2021 (19:23 IST)

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ-ઠાણે પાલગઘરમાં ભારે વરસાદ, પૂરમાં ડૂબ્યા ઘણા ગામ

મહારાષ્ટ્રના ઠાણે પાલગઘર જિલ્લામાં આખી રાત થઈ રહી તીવ્ર વરસાદ ગુરૂવારે સવારે સુધી ચાલૂ છે. ધોધમાર વરસાદમા કારણે ઘણા સ્થાનો પર પાણી ભરાયુ કેટલાક સ્થાનો પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ અને કેટલાક ગામડા પૂર્ણ રૂપે ડૂબી ગયા. 
મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લામાં કોકણ રેલ માર્ગ પર ટ્રેન સેવાઓને ગુરૂવારે સવારે અહી ભારે વરસાદ અને એક નદીમા પુર આવ્યા પછી સ્થગિત કરવામાં આવી. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના ઉપ મહાપ્રબંધક (જનસંપર્ક) બબન ઘાટગેએ જણાવ્યુ કે માર્ગ પર અવરોધને કારણે આઠ ટ્રેનોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો. તેમને જતા પહેલા રોકવામાં આવી અથવા રદ્દ કરવામાં આવી છે.
 
તેમણે જણાવ્યુ કે ભારે વરસાદ પછી રત્નાગિરિના ચિપલૂન અને કામઠે સ્ટેશન વચ્ચે વશિષ્ઠ નદી પુલ પાસે જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયુ.
 
ઘાટગેએ કહ્યુ, 'મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ ખંડ પર ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે રદ્દ કરવામાં આવી છે.
 
 
કોંકણ રેલ્વે માર્ગને છેલ્લા કેટલાક દિવસોમાં બીજી વખત અસર થઈ છે. 19 જૂને, પણજી પાસે જૂની ગોવા સુરંગમાંથી પાણીનો સ્ત્રાવ થવાને કારણે એક દિવસ માટે સેવાઓ બંધ કરી હતી. કોંકણ રેલ્વેનો મુંબઈ પાસે રોહાથી મંગલુરુ નિકટ આવેલ થોકુર સુધી 756 કિલોમીટર લાંબો રેલ્વે માર્ગ છે.