ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (11:40 IST)

મુંદ્રા ડ્ર્ગ્સ કેસ: ત્રણેય આરોપીને 10 દિવસ NIA રિમાન્ડ પર મોકલ્યા

અમદાવાદની એક વિશેષ કોર્ટે ગત મહિને ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી 2988 કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણેય લોકોને સોમવારે 10 દિવસના રિમાન્ડ પર એનઆઇએને સોંપવામાં આવ્યો. 
 
વિશેષ ન્યાયાધીશ પીસી જોશીની કોર્ટે કથિત રીતે વિજયવાડા રજિસ્ટ્રેટ મસર્સ આશી ટ્રેડિંગ કંપની ચલાવનાર આરોપી એમ સુધાકરણ અને દુર્ગા વૈશાલી તથા રાજકુમાર પીને કેન્દ્રીય એજન્સી એનઆઇએની ધરપકડમાં મોકલી દીધા. 
 
આ મહિનાની શરૂઆતમાં એનઆઇએ કેસ સ્થળાંતરિત કરતાં પહેલાં આરોપીઓ વિરૂદ્ધ આતંકવાદ વિરોધી ગેરકાનૂની ગતિવિધિઓને રોકવાના અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને ડીઆરએલએ ધરપકડ કરી હતી. 
 
ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ માદક પદાર્થ તથા નશીલા પદાર્થ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને મામલે સુનાવણી કચ્છ જિલ્લના ભૂજમાં એક વિશેશ કોર્ટ જાહેર જાહેર કરી હતી.