ધાનેરામાં ધાર્મિક ભાવનાનો સંદેશો વહેતો થયો. મુસ્લિમ બિરાદરોએ હિન્દુ મંદિરમાં સફાઈ કરી

મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (13:57 IST)

Widgets Magazine
muslim mandir


ગુજરાતમાં ભારે વરસાદને કારણે જો કોઈ સ્થળને સૌથી વધુ નુકસાન થયું હોય તો તે ઉત્તર ગુજરાતનું ધાનેરા છે. વરસાદી પુરને કારણે અહીં ગલીયો અને મકાનો સહિત મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. આ પાણીની સાથે કાદવ કિચડ પણ ત્યાં જમા થઈ ગયો હતો. ત્યારે ઉત્તર ગુજરાતમાં કોમી એકતા અને સદભાવનાનો સંદેશો ફરીવાર વહેતો થયો છે. કાદવ અને કીચડથી ખદબદી ગયેલા મંદિરોને મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ પૂર્વક સાફ કર્યાં હતાં.

તેમણે સફાઈ અભિયાન આરંભીને એકતા અને ધાર્મિક ભાવનાની એક મિસાલ પુરી પાડી હતી. ધાનેરાના ભીલવાસમાં શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના પુજારીએ જણાવ્યું કે પુરને કારણે સમગ્ર વિસ્તારમાં 8 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. પાણી ઉતર્યા બાદ જ્યાં જુઓ ત્યાં કાદવ કિચડ્ડ હતો.  પાલનપુરથી જમીયત ઉલૈમા એ હિન્દ સંગઠનના 15થી 20 મુસ્લિમ ભાઈઓ ધાનેરામાં લોકોને મદદરૂપ થવા માટે આવ્યા હતા. તેમણે અનેક ધાર્મિક સ્થળોની સફાઈ કરી. તેમણે જોયું કે મંદિરમાં પણ સફાઈ કરવાની જરૂર છે તો તેઓ મારી મદદે આવ્યા. તેમણે મંદિરમાં તેમજ તેના પરિસરમાં રહેલો કાદવ કિચડ દૂર કરી. બે કલાક સુધી સાફ સફાઈમાં મદદ કરી હતી. તેમણે માત્ર ગણપતિ મંદિર જ નહીં આગળ આવેલા સતી માતાના મંદિરની પણ સફાઈ કરી હતી. મુસ્લિમ ભાઈઓએ મંદિરની સફાઇમાં પોતાની સેવા આપી હતી. હાલ સોશિયલ મીડિયા પર પણ આ તસવીરો વાયરલ થઇ રહી છે અને તમામ કોમના લોકો આ અનોખી સેવા માટે તેમની વાહવાઈ કરી રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યું પોલિસ પ્રોટેક્શન, આખરે ડર કઈ બાબતનો છે એ સ્પષ્ટ થતું નથી

ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ અને ભાજપનો રાજકીય ખેલ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ પુરગ્રસ્તોની ...

news

કોંગ્રેસ છોડી જનાર ધારાસભ્યોનો મુળ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો

કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ ...

news

Abu Dujana ઠાર - 7 વર્ષથી હતો સક્રિય, ઘાટીમાં લશ્કરનો ચીફ હતો

જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. કાશ્મીર ઘાટીમાં પુલવામાં જીલ્લામાં સેનનઈ ...

news

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં શિવજીની પૂજા કરવાને લઈને વિવાદ વકર્યો

આજે શ્રાવણ માસના સોમવારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝા ખાતે લો ફેકલ્ટીના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine