શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (14:42 IST)

PM મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા, ‘વેલકમ મોદી’ના નારા લગાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને તેઓ કેટલાંય કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી સુરતના એરપોર્ટ પર પહોંચી ગયા છે. અહીં સુરતીઓએ ‘વેલકમ મોદી’ના નારા લગાવ્યા હતા. PM બન્યા બાદ સૌપ્રથમ વખત નરેન્દ્ર મોદી ભરૂચના આંગણે બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ માટે આજે આવી રહ્યાં છે. ભરૂચમાં નર્મદા નદી પર 379 કરોડના ખર્ચે તૈયાર થયેલ દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. બ્રિજના લોકાર્પણ સાથે નામના વિવાદનો અંત આવે તેવી શકયતા છે. તેમજ ઓએનજીસી દ્વારા અબજો રૂપિયાના ખર્ચે સ્થપાઈ રહેલ એશિયાનો સૌથી મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.ત્યારે વડાપ્રધાન મોદીને આવકારવા માટે તંત્ર સજ્જ થઇને ખડેપગે છે. સાથો સાથ પીએમ મોદી આજે અદ્યતન સ્તરના ભરૂચ સબ સ્ટેશનનો પણ ઇ-શિલાન્યાસ કરશે.