રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 3 જૂન 2019 (11:15 IST)

નરોડાના બીજેપી ધારાસભ્યએ ખુલ્લેઆમ મહિલાને માર્યો માર, Video થયો વાયરલ

ગરમીંબે કારણે દેશના જુદા જુદા શહેરોમાં છેલ્લા બે દિવસોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ પહોંચી ગયો. આવામાં પાણીની સમસ્યાથી પરેશાન એક મહિલા ફરિયાદ માટે સ્થાનીક ધારાસભ્ય પાસે પહોંચી તો તેની રસ્તા પર લાતો વડે માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  વીડિયો ગુજરાતના અમદાવાદના નરોડા વિસ્તારનો છે.   જ્યા મહિલા પાણી કનેક્શનની ફરિયાદ લઈને ભાજપા ધારસભ્ય બલરામ થવાની પાસે પહોંચી. સમાચાર મુજબ મહિલાની ફરિયાદના નિવારણને બદલે ધારાસભ્ય અને તેના સયોગી મહિલા સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યા. રસ્તા વચ્ચે પાડીને તેને લાત  મારીથી ખૂબ માર માર્યો. તેને થપ્પડ માર્યા. મહિલા ચીસો પાડતી રહી પણ કોઈને દયા ન આવી. સોશિયલ મીડિયામાં લોકોએ ધારાસભ્યની તુલના ગુંડા સાથે કરી છે. 

 
મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદદ્ મહિલા રજૂઆત કરવા માટે પહોંચી હતી. જ્યાં રજૂઆત સાંભળવાનું તો દૂર રહ્યું અને બલરામ થાવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમને અને સાગરિતોએ મહિલાને જમીન ઉપર પટકી દઈને બેફામ માર માર્યા બાદ લાતો પણ ફટકારી હતી. ધારાસભ્યને બેહૂદા વર્તન જોઈ લોકો સ્તબ્ધ રહી ગયા હતા. શું ધારાસભ્યની કોઈ ગરીમા નથી ? શું થાવાણીને કાયદા-કાનૂનનો કોઈ ડર નથી કે પછી ભાજપના રાજમાં ધારાસભ્ય બેફામ થઈ ગયા છે ? ત્રણેક દિવસ પહેલાં પણ થાવાણીના મોટાભાઈ કિશોરે  કુબેરનગર વોર્ડમાં મહિલાને બિભત્સ ગાળો બોલીને કિશોરને માર માર્યો હતો. જેની શાહી પણ હજુ સુકાઈ નથી ત્યાં ધારાસભ્યએ પોતાની જોહૂકમી ચલાવી છે જેના નરોડા સહિત અન્ય વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શું મહિલાઓ રજૂઆત માટે જઈ ના શકે ? શું ધારાસભ્યની મહિલાની રજૂઆત સાંભળવાની જવાબદારી નથી ? આ તે કયા ઘરનો ન્યાય છે કે મહિલાને જાહેરમાં ફટકારવામાં આવે ?
 
મહિલા સહિત સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, નરોડામાં પાણીની વ્યાપક તંગી છે. ધારાસભ્ય સહિત સ્થાનિક રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જેના કારણે ધારાસભ્યનો ઘેરાવો કર્યો હતો. જે તેમને ન ગમતા કાર્યકરો સાથે મળી મહિલાને માર માર્યો હતો. મહિલા સશક્તીકરણની વાતો કરનાર ભાજપના જ ધારાસભ્યે નિષ્ઠુર બની મહિલાને માર મારી હોદ્દાની ગરિમા પણ જાળવી નથી. ધારાસભ્યની ગરીમાને લજવી મારનાર ધારાસભ્ય બલરામ થાવાણી સામે સરકાર પગલાં ભરશે ખરી ?