ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 મે 2019 (17:38 IST)

સુરતમાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના 6ની અટકાયત

(Photo-Twitter)
મહાત્મા ગાંધીજીની ગોળીઓ મારી હત્યા કરનારા નથુરામ ગોડસેને લઈને થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ ભારે વિવાદ થયો હતો. ત્યારે સુરતના લિંબાયતમાં નથુરામ ગોડસેની 109 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.લિંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોડ્સેના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ પણ કર્યું હતું.દરમિયાન શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરતાં જણાવ્યું હતું કે, પોલીસે ઉજવણી કરનારા 6ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.લિંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દુ મહાસભાના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસે ના 109માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.