નવરાત્રીમાં આયોજકો અને ખેલૈયા નિયમો નહિ પાળે તો થશે પોલીસ કાર્યવાહી

garba
Last Modified સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (12:42 IST)

શહેરમાં નવરાત્રીને લઈ પોલીસે પણ પોતાનો એકશન પ્લાન ઘડી કાઢ્યો હતો. પોલીસ વિભાગે દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટના કાયદાનું માન જળવાય અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ગરબાના આયોજકો પણ પાર્કીંગ તેમજ ગરબાના સ્થળે સીસીટીવી કેમેરા લગાડવાની વ્યવસ્થા કરવાના પાર્ટી પ્લોટ ધારકો અને ક્લબ હાઉસના માલિકોને પોલીસ વિભાગ તરફથી નિયમો જણાવી દેવામાં આવ્યા હતા. આયોજકો ચૂક રાખશે તો સીધી કાયદેસરની કાર્યવાહી જ કરાશે.

શહેરમાં નવરાત્રિમાં ૫૦૦થી ૬૦૦ ટ્રાફિકના પોલીસ કર્મીઓ ફરજ ઉપર રહેશે અને સાથે સાથે ૨૦૦થી ૩૦૦ ટીઆરબી અને હોમગાર્ડના જવાનો પણ જામ થતાં ટ્રાફિકને ક્લીયર કરાવવાની કાર્યવાહી કરશે. તો સાથે ૫૫ જેટલી ટોઈંગ ક્રેઇન પાર્ટી પ્લોટો અને ક્લબોની બહાર રહેશે.

આ વખતે શહેર પોલીસને ૫૦ જેટલી અરજીઓ આવી છે જેમાંથી ૪૩ જેટલા પાર્ટી પ્લોટને પરવાનગી અપાઈ હતી. શહેર પોલીસની સી-સ્કવોડ અને મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમો ટ્રેડીશનલ ડ્રેસમાં પાર્ટી પ્લોટોમાં હાજર રહેશે અને કોઈ પણ એવા શંકાસ્પદ વ્યક્તિ અથવા કોઈ પણ એવા લોકો જે મહિલાઓ સાથે છેડછાડ કરતા હશે તેમને તાત્કાલિક અસરથી મહિલા ક્રાઈમની ટીમ અને સી સ્કવોડની મહિલા પોલીસકર્મીઓ ડીટેઈન કરશે અને જરૂર જણાશે તો તેવા રોમિયોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં કરવામાં આવશે એમ ટ્રાફિક વિભાગના એસીપી આકાશ પટેલે જણાવ્યું હતું.


આ પણ વાંચો :