સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ. , બુધવાર, 13 જાન્યુઆરી 2021 (14:31 IST)

Ahmedabad News - માતા-પિતાને ચેતવતો કિસ્સો - 17 વર્ષના સગીરે પડોશીના બાળકનુ અપહરણ કરીને માંગ્યા 30 લાખ

મોજશોખ પુરા કરવા ઘડ્યો પ્લાન

મોબાઈલ યુગના બાળકોનુ ભવિષ્ય કેવુ રહેશે એ સવાલના જવાબ રૂપે આજે દરેક માતા પિતાને ચેતવતો એક કિસ્સો સામે આવ્યો છે.  જે સૂચવે છે કે બાળકોની એક્ટીવીટી પર કેટલી ધ્યાન આપવાની જરૂર છે.  અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામેથી પાડોશી સગીરે સાત વર્ષના બાળકનું અપહરણ કરી રૂ. 30 લાખની ખંડણી માગી હતી
 
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં 7 વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે તેના પિતા દુકાન ધરાવે છે. તેની પાડોશમાં જ મૂળ હિમાચલપ્રદેશના નૈનિતાલનો રહેવાસી સગીર તેના માસા સાથે રહેતો હતો. પરંતુ પોતાના મોજશોખ પુરા કરવા માટે તેણે એક પ્લાન ઘડ્યો હતો અને તેણે બાજુમાં રહેતા 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. સગીરે મંગળવારે સાંજે 5.30 વાગ્યે પાડોશમાં રહેતા વેપારીના 7 વર્ષના બાળકને કોઈ બહાને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી લીધું હતું. રાતે બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂ. 30 લાખની ખંડણીની માગ કરી હતી. પૈસાની માગ કર્યા બાદ પિતાએ પોલીસને જાણ કરી હતી. જેથી DYSP કે.ટી કામરીયા, વિવેકાનંદનગર PI વાય.બી ગોહિલની ટીમો સક્રિય થઈ ગઈ હતી. સગીર સાથે તેના પિતાની વાતચીત પોલીસે ચાલુ રખાવી હતી. રૂ. 30 લાખ પરથી રૂ. 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. 
 
બાળકને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવવા માટે પોલીસની મદદ લેવાઈ હતી. ત્યારબાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી, વિવેકાનંદ નગર, કણભા પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. અને બાળકને હેમખેમ છોડાવ્યો હતો. પોલીસે અપહરણ કરનાર 17 વર્ષના સગીરની ધરપકડ કરી લીધી છે.
 પૈસાની માગ કર્યા બાદ પિતાએ પોલીસને જાણ કરી હતી. જેથી DYSP કે.ટી કામરીયા, વિવેકાનંદનગર PI વાય.બી ગોહિલની ટીમો સક્રિય થઈ ગઈ હતી. સગીર સાથે તેના પિતાની વાતચીત પોલીસે ચાલુ રખાવી હતી. રૂ. 30 લાખ પરથી રૂ. 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. 
 
અપહરણ કરનાર સગીરે પહેલા બાળક સાથે પોતાનું પણ અપહરણ કર્યાની વાત કરી હતી. જો કે પોલીસને વાત પરથી ખુદ સગીર જ વાત કરતો હોવાનું ધ્યાન પર આવી ગયું હતું. ગ્રામ્ય DYSP કે. ટી કામરીયાએ જણાવ્યું હતું કે આરોપી પોતાના ફોન પરથી વાત કરતો હતો અને આખી રાત આરોપીને શોધવા ટીમો કામે લગાડી હતી. બાળકને લઈ આરોપી ગેરતપુર- બારેજડી રેલવે ટ્રેક પર બેઠો હતો. ટાવર લોકેશનના આધારે આખી રાત શોધખોળ કરી હતી. આરોપી ફોન પર ઓછી વાત કરતો હોવાથી પકડવો મુશ્કેલ હતો છતાં આસપાસની માહિતી મેળવી વહેલી સવારે રેલવે ટ્રેક પરથી બંનેને શોધી કાઢ્યા હતા. આરોપી મૂળ નૈનિતાલનો રહેવાસી છે અને તેના માસા સાથે રહે છે. પૈસા મેળવવા માટે તેણે આખું કાવતરું ઘડ્યું હતું
પોલીસે તપાસ કરતા ખબર પડી કે જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તેના પિતાએ સગીર વયના આરોપીને 15 દિવસ પહેલા એક લાફો માર્યો હતો. આ વાતનો ખાર રાખીને તેણે તેના બાળકનું અપહણ કરી લીધું હતું. અપહરણ માટે સગીર આરોપી બાળકને તેના એક્ટિવામાં લઈ ગયો હતો. જે બાદમાં એક્ટિવાને અકસ્માત થતા તે બાળકને ચાલતા લઈ ગયો હતો.