ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2020 (10:41 IST)

નવો નિયમ: હવે રાત્રે થઇ શકશે નહી લગ્ન, ફક્ત 100 લોકો જોડાશે જાનમાં

અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શેરમાં હાલ રાત્રે લગ્ન થઇ શકશે નહી. રાત્રે કરફ્યૂવાળા આ શહેરોમાં આ આદેશ મંગળવાર રાતથી લાગૂ થશે. અહીં રાતના 9 થી સવારે 6 વાગ્યા સુધી પહેલાંથી જાહેર છે.  
 
પરવાનગી દરમિયાન આયોજનની જોગવાઇ હતી, જેને પરત લેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા  થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા માં  આયોજન કરવાનું રહેશે. મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં  આવી છે. 
 
જે  શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકારે સોમવારે એક આદેશ જાહેર કર્યો. તેમાં જણાવવામાં આવ્યું કે કોરોના સંક્રમણની ગંભીરતાને જોતા આ વર્ષે 'વાઇબ્રન્ટ ગુજરાત' નહી થાય. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત અક્ષરધામ 30 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યું છે.