શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 માર્ચ 2018 (17:10 IST)

ડીસા એરપોર્ટને વાયુસેનાનું એરબેઝ બનાવવા માટે મોદી સરકારનો નિર્ણય

બનાસકાંઠાન જિલ્લાના ડીસાને વાયુસેનાનું એરબેઝ ફાળવવા માટે  કેન્દ્રની મોદીની સરકારમાં નિર્ણય લેવામાં આવ્યો છે. એરબેઝમાં રૂપાંતરણ સહિતની કામગીરી માટે કેન્દ્ર સરકાર એક હજાર કરોડની ફાળવણી કરશે. ડીસા એરપોર્ટનો ઉપયોગ પાલનપુર રજવાડાના ઉપયોગના મુખ્ય હેતુ માટે કરવામાં આવતો હતો. આ હવાઇ મથક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરી 2011માં આ એરપોર્ટનું નામ દેશભરના સમાચારપત્રોમાં ચમક્યું હતું.

ચમકવાનું કારણ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલો દાવો હતો. તેમણે દાવો કર્યો હતો કે 2-જી સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપી શહિદ બાલવાએ આ હવાઇ મથકનો છૂપી રીતે અને ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. જો કે એરપોર્ટ ઓથોરિટીએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું એ આ હવાઇ પટ્ટી છેલ્લાં બે વર્ષથી ખરાબ સ્થિતિને કારણે વપરાઇ નથી અને માત્ર પેરાગ્લાઇડિંગ માટે જ વપરાઇ શકે તેમ છે. આ હવાઇ મથક 2013માં સ્કાય માટે વપરાઇ હતી. સપ્ટેમ્બર 2011માં ભારતીય હવાઇ દળના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ એ કે ગોગોઇએ જાહેરાત કરી હતી કે ડીસા એરપોર્ટને સંપૂર્ણ લશ્કરી હવાઇ મથક તરીકે વિકસાવવાની યોજના સંરક્ષણ મંત્રાલય દ્વારા પસાર કરવામાં આવી છે. ડીસા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી તેના વ્યુહાત્મક સ્થાન માટે પસંદ કરાયું છે. આ યોજનાનો પ્રથમ તબક્કો રૂપિયા 3 હજાર કરોડના ખર્ચે દેશના હવાઇ માળખાંને મજબૂત કરવાનો એક ભાગ છે.