મોદી સરકારના 3 વર્ષ પુરા, નવો નારો - સાથ હૈ વિશ્વાસ હૈ હો રહા વિકાસ હૈ
કેન્દ્રની મોદી સરકારે પોતાના 3 વર્ષ પૂર્ણ થવા પર એક નવો નારો આપ્યો છે. સાથ હૈ વિશ્વાસ હૈ હો રહા વિકાસ હૈ. નરેન્દ્ર મોદી સરકાર આ નવા નારા સાથે જનતા વચ્ચે જશે અને પોતાના કાર્યોને જનતાને બતાવશે. બીજી બાજુ આ નારાને ઈલેક્ટ્રોનિક, પ્રિંટ રેડિયો અને ડિઝિટલ મીડિયાના માધ્યમથી પ્રચારિત કરવામાં આવશે. આ નારાને આજે અનેક ન્યૂઝ પેપર્સે પણ છાપ્યો છે.
મોદી સરકારના નવો નારમાં સાથ હૈ. વિશ્વાસ હૈ હો રહા વિકાસ હૈ.. જે પોસ્ટર રજુ કર્યુ છે. તેમા નીચે કેન્દ્ર સરકારના કાર્યોના વખાણ પણ કરવામાં આવ્યા છે. હવે આ નારા સાથે બીજેપીના મોટા નેતા, સાંસદ, ધારાસભ્ય અને સરકારના મંત્રી જનતા વચ્ચે જશે. મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થતા મોદી ફેસ્ટ પણ મનાવવામાં આવી રહ્યો છે. જેના હેઠળ દેશમાં બીજેપીના નેતા જશે અને જનતાને સરકારના કાર્યો વિશે બતાવશે.
મોદી સરકારે આજે એટલે કે 26મી મેના રોજ સત્તામાં ત્રણ વર્ષ પુરા કર્યા છે આ માટે મોટાપાયે જશ્નની તૈયારી થઇ રહી છે. મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન આજે આસામથી પોતાના 3 વર્ષની કામગીરીનો રિપોર્ટ પણ આપશે. આ ઉપરાંત તેઓ પુર્વોતરના આ રાજયોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે અને દેશના સૌથી મોટા પુલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. વડાપ્રધાન પુર્વોત્તર રાજયોમાંથી 2019 માટે પણ હુંકાર ભરશે. વડાપ્રધાન એક રેલીને પણ સંબોધન કરશે