ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (23:02 IST)

Night Curfew, And New Sop - કોરોનાના કેસ વધતા રાજ્યમાં નિયંત્રણો સાથે નવી ગાઈડલાઈન, બહાર નીકળતા પહેલા જાણી લો શુ રહેશે ચાલુ અને શુ રહેશે બંધ

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
 
રાજયના અમદાવાદ શહેર, વડોદરા શહેર,સુરત શહેર, રાજકોટ
શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર, ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર, અને
 નડીયાદમાં દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6  વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યું અમલમાં રહેશે.
- જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે. જો કે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. 
- નવી ગાઇડલાઇન 8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
- દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે
 
- હોટલ,રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે
 
- હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી
- લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
- બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
- મુસાફરોને રેલવે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.
- આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
- અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.