મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 એપ્રિલ 2018 (13:23 IST)

ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર પંથકમાં માવઠાથી પાકને ભારે નુકસાન

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં  કરા સાથે થયેલા કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે.  ઉંઝામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ખુલ્લામા સંગ્રહાયેલ જીરું અને ઇસબગુલના બીજ ખરાબ થઇ ગયાં છે. એક અંદાજ મુજબ ખેતરમાં વાવણી થયેલ 20 ટકા જેટલા પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે વાવેતરના 7.2 લાખ હેક્ટરના 30 ટકા વિસ્તારમાં નુકસાન થાય તેવી શક્યતા છે.    વરસાદ અને કરાએ માત્ર ખેતરોમા પડેલ પાકને જ નુકસાન નથી પહોંચાડ્યું પણ ઉનાળામાં વાવણી કરાયેલ પાકને પણ હાની પહોંચાડી છે. ખેડૂતોએ પોતાનો પાક વેચી દીધો અને પેમેન્ટ માટે રાહ જોઇ રહ્યા હતા ત્યારે જ વરસાદ ત્રાટક્યો.  

એક અંદાજા મુજબ વરસાદમાં જીરું અને ઇસબગુલના 1000 બારદાન (ગુણ)ને નુકસાન પહોંચ્યું. જીરાની દરેક ગુણમાં 60 કિલો જીરું અને ઇસબગુલની દરેક ગુણમાં 80 ઇસબગુલ હતાં. બુધવારે જીરું મણદીઠ (20 કિલો) 3000 રૂપિયામા વેચાયું હતું, જ્યારે ઇસબગુલ મણદીઠ (20 કિલો) 1500 રૂપિયામા વેચાયું હતું.