શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (13:59 IST)

ડોક્ટરની પત્ની દીકરીના બેડમિન્ટન કોચના પ્રેમમાં પડી, તસ્વીરોથી ભાંડો ફૂડ્યો

નારણપુરા વિસ્તારમાં રહેતા એક તબીબે પોતાની પત્ની સામે જ વ્યભિચારની ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ તબીબની દીકરીનો બેડમિન્ટન કોચ છે. તબીબે પોલીસમાં કરેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેની પત્નીનું તેની દીકરીના બેડમિન્ટન કોચ સાથે અફેર ચાલી રહ્યું છે. એટલું જ નહીં તેની પત્ની કોચ સાથે અવાર નવાર ઘરેથી ભાગી જાય છે. આ કેસમાં મળતી માહિતી પ્રમાણે નારાણપુરના તબીબના 15 વર્ષ પહેલા શહેરની જ એક યુવતી સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્ન જીવનથી એક દીકરી અને દીકરાનો પણ જન્મ થયો છે. દંપતીની 12 વર્ષની દીકરીને બેડમિન્ટન રમવાનો શોખ હોવાને કારણે તેની તાલિમ માટે એક કોચને રોકવામાં આવ્યો હતો. તબીબની પત્ની દરરોજ દીકરીને મૂકવા અને લેવા જવાનું કામ કરતી હતી. આ દરમિયાન તે દીકરીના કોચ સાથે સંપર્કમાં આવી હતી અને તેના પ્રેમમાં પડી હતી.(એક દિવસ પત્ની બહારગામ ગઈ હતી ત્યારે ડોક્ટરે તેના કોમ્પ્યુટરમાં તપાસ કરતા તેમાંથી કોચ અને તેની પત્નીની વાંધાનજક તસવીરો મળી આવી હતી. આ અંગે પત્નીની પૂછપરછ કરી હતી અને કોચ સાથેના સંબંધો તોડી નાખવાની વાત ડોક્ટરે કરી હતી. જોકે, ડોક્ટરની પત્નીએ કોચ સાથેના સંબંધો ચાલુ જ રાખ્યા હતા. અંતે કંટાળીને આ ડોક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. જે અંગે કાર્યવાહી કરતા પોલીસે બેડમિન્ટન કોચની ધરપકડ કરી છે.ડોક્ટરની ફરિયાદ પ્રમાણે તેની પત્ની અવાર નવાર તેની દીકરીના કોચ સાથે ઘરેથી ભાગી જતી હતી. આ અંગે તેને અનેક વખત સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, અનેક વખત સમજાવટ બાદ પણ કોઈ રસ્તો ન નીકળતા ડોક્ટરે પોલીસનો સહારો લીધો હતો.