શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 માર્ચ 2017 (13:08 IST)

લ્યો બોલો, નોટબંધી દરમિયાન વ્યારાના વેપારીએ 1 કરોડ રૂપિયાની મરઘી વેચી

ગરીબ કલ્યાણ મેળાને સફળ બનાવવા માટે આવકવેરા વિભાગના અધિકારીઓ કેટલાં અધિરા બન્યા છે તેનો અંદાજો એ બાબત પરથી લગાવી શકાય છે કે નોટબંધી દરમિયાન બેન્કમાં રૂપિયા પાંચ લાખ જમા કરાવનારા વ્યારાના મરઘીના વેપારીને ત્યાં પણ સરવે શરૂ કરી દેવાયો હતો.  વેપારીએ નોટબંધી દરમિયાન 1 કરોડની મરઘી વેચવાનો દાવો કર્યો હતો. એક દિવસની તપાસ બાદ અધિકારીઓને કંઇ મળ્યું ન હતું. આ યોજનાનું તરભાણું ભરવા મરઘી, મટન, માછલીના વેપારીઓ પર ITનો ડોળો, ટીમ વિલા મોઢે પરત ફરી પીએમકેજીવાયમાં ડિકલેરેશન વધારવા માટે સીબીડીટી દ્વારા વારંવાર મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે.

જેમ એક વેપારી રોજ કાઉન્ટરનું કલેકશન ચેક કરતો હોય એ જ તર્જ પર આઇટી અધિકારીઓ પણ કલેકશન ગણી રહ્યા છે. આજ કારણોસર જ્યાં કદી અધિકારીઓ સરવે માટે જવાનું સ્વપ્ના પણ વિચારતા નહતા ત્યાં તપાસ માટે જઈ રહ્યા છે. ગતરોજ એ.સી. રિપેરરને ત્યાં તપાસ બાદ રેન્જ-6ની ટીમ દ્વારા બોરડોલીના ઇમરાન શેખ નામના ચીકનના વેપારીને ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. આ વેપારી 44એડી હેઠળ રીટર્ન ફાઇલ કરે છે જેમાં ટર્નઓવર પર આઠ ટકા ટેક્સ ભરી દેવાનો હોય છે. આઇટી સૂત્રોએ ઉમેર્યું કે વેપારી ધુલિયાથી મરઘી લાવીને સ્થાનિક વેપારીઓને વેચતો હતો.  નોટબંધીના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં તેણે એક કરોડની મરઘી વેચી હતી. તેને કિલો પર એક રૂપિયા મળતા હતા. મહિને રૂપિયા 40 હજાર કમાવી લેતા આ વેપારીએ પ્રોફિટના પાંચ લાખ રૂપિયા નોટબંધી બાદ બેન્કમાં જમા કરાવ્યા હતા. જો કે, તેણે આઇટીને ડિપોઝિટ અંગે કોઈ જવાબ આપ્યો નહતો. અધિકારીઓ જ્યારે વેપારીના એડ્રેસ પર પહોંચ્યા તો સિનારિયો જોઇને ચોંકી ઉઠયા હતા કેમકે પતરાંના સેડના બનેલા ઘર અને ત્યા જ મરઘીની દુકાન હતી. આ જગ્યા પણ સરકારી હતી જેની પર દબાણ ઊભુ કરી દેવાયુ હતુ.  તેણે અધિકારીઓને કહ્યુ હતુ કે નોટબંધીની તેને જાણ જ નહતી. નવમી નવેમ્બરના રોજ એ જ્યારે ઉઘરાણી પર નિકળ્યો ત્યારે મરઘીના હોલસેલ વેપારીઓએ તેને પેમેન્ટ આપ્યુ હતુ.