શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (10:15 IST)

પ્રેમીની પત્નીએ પ્રેમિકાને ધમકી આપી,મારા પતિને છોડી દે નહિ તો તમારા અંગત ફોટા વાઇરલ કરી દઈશ

પ્રેમિકાએ મહિલા હેલ્પલાઈનની મદદ લેતા ફોટા વાઈરલ કરવા ગુનો છે અને સમજાવી સમાધાન કરાવ્યું
અમદાવાદ
 
પ્રેમસંબંધમાં યુવતી પ્રેમસંબંધ રાખવાનો અથવા સેક્સ માટે ઇનકાર કરે તો યુવક પોતે અંગત ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હોય છે જો કે અમદાવાદમાં વિપરીત કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાના પ્રેમી સાથેના અંગત ફોટો પ્રેમીની પત્નીએ વાઇરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ આ મામલે મહિલા હેલ્પલાઈનની મદદ લેતાં તેઓએ પ્રેમીની પત્નીને સમજાવી હતી અને બંને પ્રેમીપંખીડાને પોતાના સંબંધ પુરા કરી પોતાના જીવનસાથી સાથે જીવન સુખમય પસાર કરવા સમજાવ્યા હતા.
 
અમદાવાદમાં મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. મહિલાને લગ્ન પહેલા સુમિત(નામ બદલેલ છે) સાથે પ્રેમસંબંધ હતો અને લગ્ન બાદ પણ બંને એકબીજા સાથે પ્રેમમાં જ હતા. સુમિતના પણ લગ્ન થઈ ગયા હતા. પરંતુ સુમિત પોતાની પત્નીને વતનમાં ઉત્તરપ્રદેશ જ રાખતો હતો. મહિલા પતિને પિયરમાં જવાનું કહી એકબીજાને મળતાં હતા. ફરવા જતા અને ફોટો પણ પડાવ્યા હતા. 
 
દરમ્યાનમાં સુમિતની પત્ની અમદાવાદ રહેવા આવી હતી. તેણે મોબાઈલમાં સુમિત અને મહિલાના ફોટો જોતા જ આઘાતમાં સરી પડી હતી. પતિને છોડી દેવા માટે મહિલાને ખૂબ જ સમજાવી હતી છતાં તે માની ન હતી. મહિલા અને પતિ વચ્ચે છેલ્લા 15 વર્ષથી પ્રેમસંબંધ છે અને તેઓને લગ્ન કરવાના હતા પરંતુ પરિવારજનોના અસ્વીકારના કારણે તેઓએ લગ્ન કર્યા ન હતા અને પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. 
 
સુમિતની પત્નીએ તેના પતિને છોડવા મહિલાને સમજાવવા છતાં ન માનતા આ અંગત ફોટો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હટીમ હેલ્પલાઈનની ટીમે સુમિતની પત્નીને સમજાવ્યુ હતું કે આ રીતે કોઈના અંગત ફોટો વાઇરલ કરવા સાયબર ક્રાઈમ છે. ઉપરાંત લગ્ન બાદ પણ સંબંધ રાખવા ગુનો છે જેથી બંનેને સમજાવ્યા હતા અને જીવનસાથી સાથે સુખમય જીવન વિતાવવા કહ્યું હતું.