હોસ્પિટલ બાદ પીએમ મોદીએ ડાયમંડ યુનિટ અને સુમુલના કેટલ ફીડ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

સોમવાર, 17 એપ્રિલ 2017 (12:56 IST)

Widgets Magazine

modi in gujarat

આજે પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે આજરોજ તેમણે કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું અને નજીક જાહેર સભાનું સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે ઇચ્છાપોર પહોંચીને ડાયમંડ યુનિટનું ઉદ્ધાટન કરીને જનસભા સંબોધિત કરી હતી અને હવે PM મોદી હેલિકોપ્ટર મારફતે બાજીપુરા પહોંચી ચુક્યા છે. બાજીપુરમાં તેમણે સુમુલ ડેરી કેટલ ફીડ પ્લાન્ટનું પણ પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું છે. 150 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દરરોજ 500 મેટ્રીકટન સુમુલ દાણનું ઉત્પાદન થાય છે. PM મોદી સિક્યોરિટી સાથે બાજીપુરા પહોંચી ગયા છે. મહિલાઓએ માનવસાંકળ રચીને મોદીનું સ્વાગત કર્યું.

પીએમ નરેન્દ્ર મોદીએ સુમુલ પ્લાન્ટના નક્શાનું નિરીક્ષણ કર્યું. સુમુલમાં આઇસ્ક્રીમ અને કેટલ ફીડનું પ્રોડક્શન કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં સુમુલનો પ્લાન્ટ એક આશાન કિરણ છે. દુધવાળા પશુઓને એક સમતોલ આહાર મળશે. આંતર માળખાકીય સુવિધા મળશે. સુમુલમાં 1 હજાર 150 દૂધમંડળીઓ છે. PM મોદીએ ચેરમેન રાજેશ પાઠક પાસેથી પ્લાન્ટની માહિતી લીધી.PM નરેન્દ્ર મોદીએ પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વાર બનાવવામાં આવેલી અત્યાધુનિક કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સુરતના ડાયમંડના વેપારી સવજીભાઇ ધોળકિયાને આપેલા વચનને પાળવા માટે ઇચ્છાપોર પગોંચ્યા અને ડાયમંડ યુનિયનું ઉદ્ધાટન કર્યું. નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપ્યું. ડાયમંડ યુનિટના સ્ટાફ સાથે ફોટો સેશેન કરાવ્યું.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ, કેન્સર ચેક-અપ કેમ્પ અને રક્તદાન શિબિરમાં બેહજારથી વધુ લોકોએ લાભ લીધો

સામાજિક સંસ્થા,એકતા મંચ અને ચિલ્ડ્ર્ર્ન વેલ્ફર સેંટર સ્કૂલ એક વિશાળ અને ભવ્ય 'ફ્રી ...

news

અહી એક લીંબુ વેચાયુ 27000 રૂપિયામાં, જાણો તેમા એવુ શુ છે ખાસ ?

બજારમાં તમને લીંબુ થોડાક જ રૂપિયામાં મળી જાય છે. પણ તમિલનાડુના એક મંદિરમાં ચઢાવ્યા પછી જે ...

news

પીએમ મોદીએ સુરતમાં 500 કરોડના ખર્ચે બનેલી હાઈટેક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ સુરતમાં કિરણ ...

news

મોદીનો સુરતમાં મેગા રોડ શો, જનમેદની ઉમટી

મોદી સુરતના એરપોર્ટ આગમન થઈ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને ...

Widgets Magazine