Widgets Magazine

10 રાજ્યોના માલધારી દેશભરમાં ગૌચર બચાવવા આંદોલન કરશે

સોમવાર, 17 એપ્રિલ 2017 (17:18 IST)

Widgets Magazine

 
gouchar
દેશભરમાં માલધારીઓની સંખ્યા 10 ટકાથી વધુ છે. છતાં તેની સતત અવગણના થઇ રહી છે. જેની સામે ઉઠાવવા રાષ્ટ્રીય માલધારી એકતા મંચ ઊભો કરવાની કવાયત હાથ ધરાઇ છે. રવિવારે બહુચરાજી નજીક ગોપનાદમાં ગુજરાત સહિત 10 રાજ્યોના માલધારી આગેવાનોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મંચ દ્વારા દેશભરમાં અંગે અલગ રાષ્ટ્રીય નીતિ નક્કી કરવા તેમજ સરકારી નીતિઓમાં રહેલી ખામીઓ સામે લડત અપાશે. ગુજરાતમાં ગૌહત્યા, ગૌચર અને ચરિયાણ બચાવવા રાજ્યભરમાં રેલીઅો કાઢવામાં આવશે.

 મારગ સંસ્થાના ઉપક્રમે યોજાયેલી 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, લેહ, લડાખ, પ.બંગાળ, ઉત્તરાખંડ, તમિલનાડુ, પંજાબ અને ગુજરાત સહિત 10 રાજ્યોના માલધારી અાગેવાનો ભાગ લઇ રહ્યા છે. માલધારી હેલ્પલાઇનનાં ભાવના દેસાઇએ જણાવ્યું કે, દેશભરમાં અલગ અલગ રાજ્યો પ્રમાણે માલધારીઓના ગૌચર સહિતના પ્રશ્નો પણ અલગ અલગ છે. સૌ સૌની રીતે લડે છે, પરંતુ કોઇ પરિણામ મળતું નથી. આથી રાષ્ટ્રીય સ્તરે માલધારી એકતા મંચ ઊભો કરી દેશભરમાં માલધારીઓ માટે ગૌચર અને ચરિયાણ અંગે રાષ્ટ્રીય નીતિ નક્કી કરવા અવાજ ઉઠાવીશું. આ બેઠક બાદ 18 અને 19મીએ દક્ષિણ એશિયાના માલધારી આગેવાનોની બેઠક યોજાશે. જેમાં ભારત ઉપરાંત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળ સહિતના દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટને હટાવવા સ્થાનિક લોકોનો વિરોધ

અમદાવાદ શહેરમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈડનો પ્રશ્ન દીવસને દીવસે વધતો જઈ રહ્યો છે. આસપાસના ...

news

ગુજરાતના ગામડાના ખેતરમાં મોટા થયેલા આ ધરતી પુત્રો માટે રૂા.૫૦૦ કરોડનું દાન મોટી વાત નથી - મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાતાઓ માટે ભલે આ દાન માટે અભિનંદની વર્ષા થતી હોઇ, પણ મારા ...

news

સુરતમાં મોદી સેલ્ફી પોઇન્ટ પર ઊમટી જનમેદનીઃ ૮ કલાકમાં ૬ લાખ લોકોએ લીધી સેલ્ફી

ગઈ કાલે બે દિવસ માટે સુરતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે શહેરમાં અનેક જગ્યાએ ...

news

મોદી પાટીદારોને કેવી રીતે મનાવશે ? બે ભાગમાં વહેંચાયેલા પાટીદારો માનશે ખરાં?

ગુજરાતમાં અનામત આંદોલનને લઈને પાટીદારોમાં ભાજપ વિરોધી સુર વહી રહ્યો છે. તો બીજી બાજુ ...