Widgets Magazine

વિકલાંગોને સરકારી સહાયના નામે તરછોડતું તંત્ર, દિવ્યાંગ મહિલાને ભરગરમીમાં તડકામાં બસમાંથી ઉતારી દેવાઈ

શુક્રવાર, 21 એપ્રિલ 2017 (10:44 IST)

Widgets Magazine
divyang


અચ્છે દિનના નામે લોકો સામે બાંગ પોકારનાર મોદી સાહેબની સરકારના અચ્છે દિન આવ્યાં પણ લોકો પાસે અચ્છે દિનનો એક પણ દિવસ જોવા મળતો નથી. સરકાર વિકલાંગોને સુવિઘાઓ આપવાની વાતો કરે છે પણ અધિકારીઓની માનવતા ક્યાં ખોવાઈ ગઈ છે તે ખરેખર સમજાતું નથી, સરકાર પણ પોતાની સત્તાની લાલસા સેવવા કોઈ પણ ધ્યાન આપવા જાણે બંધાયેલી ના હોય તેવા વરવાં દ્રશ્યો ગુજરાતમા જોવા મળી રહ્યાં છે.

કેન્દ્રસરકાર દ્વારા છેલ્લા અનેક કાર્યક્રમમાં વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓને વિશેષ દરજ્જો આપવામાં આવી રહ્યો છે.પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જેણે કેન્દ્રસરકારના કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતી અને માનસિક દિવ્યાંગ કિશોરી અને તેની સાથે તેના પરીવારને બસમાંથી નીચે ઉતારી દીધો. અમદાવાદથી વિસનગર જતા મોઘજીભાઇ અને તેઓની 22 વર્ષિય પુત્રી તેમની માતા સાથે વિસનગર જઇ રહ્યા હતા. સામાન્ય રીતે રાજ્યસરકારે પણ દિવ્યાંગ બાળકોને એસ.ટી.ની મુસાફરી દરમિયાન પરીવારના જ કોઇ વ્યક્તિને સાથે રાખવા અને તેની ફ્રી ટીકિટ આપવા જાહેરાત કરી છે. મોઘજીભાઇની પુત્રી માનસિક 75 ટકા વિકલાંગ હોવાનો પાસ અને એસ.ટી.બસનો પાસ હોવા છતાં બસના કડંકટરે પરીવારને 44 ડિગ્રી ગરમીમાં બસમાંથી નીચે ઉતારી દીધો અને માનવતાને શર્મસાર કરી છે. જેની સામે મોઘજીભાઇએ વિસનગર એસ.ટી.ડેપોમાં ફરીયાદ નોંધાવી અને આગળ પોલિસસ્ટેશનમાં ફરીયાદ કરવા પણ ચીમકી ઉચ્ચારી છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

2002 પછી ભાજપની સીટો ઘટી, 150ના લક્ષ્યાંક સામે પડકાર, ભાજપ મોદી બ્રાન્ડ ચલાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ વખતે પણ ભાજપનું પલ્લુ ભારે હોવાનું ...

news

નવસારીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યની સ્મશાન યાત્રા કાઢી

નવસારી કૃષિ યુનિ. માં કાર્યરત ફોરેસ્ટ્રી કોલેજના વિદ્યાર્થીઓ ગત ૨૫ દિવસોથી રાજ્યના વન ...

news

વલસાડમાં વિજય રૂપાણીએ ગાડી પરથી જાતે જ ઉતારી લાલ લાઈટ

પ્રતિબંધ લાદી દીધો છે. જે 1 મેના રોજથી લાગુ થશે. જોકે, આજે ધરમપુરમાં ઓઝરપાડા ખાતે વોકેશનલ ...

news

રાહુલ ગાંધી શંકરસિંહના વર્તનથી નારાજ, પ્રભારી ગુરુદાસ કામત પાસેથી તાબડતોબ રિપોર્ટ મંગાવ્યો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની દાવેદારી માટે વિપક્ષી ...