નરોડા પાટીયા હત્યાકાંડ કેસની અપીલમાં ડૉ.માયાબેન કોડનાની અરજી પરનો ચુકાદો અનામત

બુધવાર, 26 એપ્રિલ 2017 (13:21 IST)

Widgets Magazine
maya kodnani

નરોડા પાટીયા હત્યાકાંડ કેસની અપીલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત આઠ આરોપીઓને તપાસવાની માગણી કરતી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થતાં તેના પરનો ચુકાદો અનામત રખાયો છે અને ૧લી મે ના રોજ જાહેર થાય તેવી શક્યતા છે. ૨૦૦૨ ના ગોધરાકાંડ બાદના કોમી તોફાનોમાં નરોડા પાટીયા ખાતે સર્જાયેલા હત્યાકાંડમાં ભાજપના તત્કાલિન મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી માયાબેન કોડનાનીને ૨૮ વર્ષની સજા થઇ છે અને આ સજા સામે તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ અપીલની સુનાવણી દરમ્યાન તેમણે અરજી કરીને માગણી કરી છે કે અમિત શાહ સહિત આઠ સાક્ષીઓને આ કેસમાં તપાસવા જોઇએ જેથી સાચી હકીકત કોર્ટના ધ્યાનમાં આવે. હાઇકોર્ટ આવો વધારાનો પુરાવો લેવાની સત્તા ધરાવે છે. ન્યાયના હિતમાં આ સાક્ષીઓને તપાસવા જોઇએ. હાઇકોર્ટે આ અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

લો બોલો! ડાંગ જિલ્લામાં ઇલે.રમકડા ઉપર પ્રતિબંધ

ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ...

news

પાલિતાણામાં ૧,પ૬૬ તપસ્વીઓનો ભવ્ય પારણોત્સવ ઊજવાશે.

જૈનોના પવિત્ર તીર્થધામ શત્રુંજય પાલીતાણા મુકામે મહાન તપ વર્ષીતપના પારણા પ્રસંગનું ...

news

સૌરાષ્ટ્ર પંથકમાં કરા સાથે ધોધમાર પોણો ઇંચ વરસાદ

મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જામકંડોરણા અને ...

news

મોદીએ જે કહ્યુ તે કરી બતાવ્યુ, બિલ ગેટ્સ, ક્લીન ઈંડિયા કેમ્પેનના કર્યા વખાણ

માઈક્રોસોફ્ટના ફાઉંડર બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીના ક્લીન ઈંડિયા કેમ્પેનના વખાણ કર્યા છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine