Widgets Magazine
Widgets Magazine

વડોદરામાં અજાણ્યા શખ્સોએ બાપુની સરકારનાં હોર્ડિંગ્સ લગાવતાં રાજકીય ગરમાવો

મંગળવાર, 9 મે 2017 (11:56 IST)

Widgets Magazine
congress


વિધાનસભાની ચૂંટણીને આડે છ મહિના બાકી રહ્યા છે ત્યારે શહેરમાં શંકરસિંહ વાઘેલાની તસવીર સાથે બાપુની સરકારના હોર્ડિંગ્સ લાગતાં રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપી છે. હોર્ડિંગ્સ કોને લગાવ્યા તે મુદ્દે ભાજપ-કોંગ્રેસ છાવણીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના આગેવાન અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા-બાપુ એક તરફ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરવા કેન્દ્રિય મોવડી મંડળ સમક્ષ માગણી કરી રહ્યા છે. પરંતુ મોવડી મંડળ તરફથી આ અંગે કોઇ જ પ્રત્યુત્તર નહીં મળતાં બાપુની છાવણીમાં નારાજગી વ્યાપી છે.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વચ્ચે ચાલતી જૂથબંધીને કારણે પણ ગુજરાત કોંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી ભાજપમાં અથવા એન.સી.પી.માં જોડાઇ રહ્યા હોવાની વાતો વહેતી થઇ છે. આ સંજોગોમાં સોમવારે વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ તેમજ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિત જુદાજુદા સ્થળોએ શંકરસિંહ વાઘેલાની તસવીર સાથેના જન જનના હિતમાં બાપુની સરકારના હોર્ડિંગ્સ લાગતાં રાજકીય મોરચે જબરદસ્ત ઉત્તેજના વ્યાપી છે. જય..જય..ગરવી ગુજરાત. ભાજપ હોય કે કોંગ્રેસ, 2017-ગુજરાત વિધાનસભા ચૂંટણી-જન જનના હિતમાં બાપુની સરકાર લખેલા હોર્ડિંગ્સને લઇ શહેરનું રાજકારણ ગરમાયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

માતાના ખોળામાં મૃત્યુના સમયે પણ બાળકના ચહેરા પર હાસ્ય જોવા મળ્યુ

વડોદરામાં પાદરા-બોરસદ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇક પરથી ...

news

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલના દિકરાને નશાની હાલતમાં કતાર એરલાઈન્સે ઉતારી મુક્યા

ડિપ્ટી સીએમના નશામાં ઘુત પુત્ર જૈમિન પટેલને સોમવારે કતર એયરબેજે ફ્લાઈટ પરથી ઉતારી દીધા. ...

news

28મીથી રેશનની દુકાનો બંધ કરી દેવા પીએમ મોદીના ભાઈની ચેતવણી

ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓ સંદર્ભમાં 28 મેથી અચોક્કસ મુદ્દત માટે જાહેર ...

news

ભાવનગરના મુસ્લિમ યુવાનનું હૃદય જામનગરના હિન્દુના શરીરમાં ધબક્યું

ભાવનગરના કોમામાં રહેલા મુસ્લિમ યુવાનના શરીરના અવયવોનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય કર્યા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine