Widgets Magazine
Widgets Magazine

ગુજરાતમાં 12 % - સૌરાષ્ટ્રમાં 18 % વરસાદ ‘ઓછો’ થવાની હવામાનશાસ્ત્રીઓએ શક્યતા વ્યક્ત કરી

મંગળવાર, 9 મે 2017 (12:03 IST)

Widgets Magazine
rain


અખાત્રીજ બાદ ખેડૂતોએ ખેતરમાં ખેતી કાર્યોના શ્રીગણેશ કરી દીધા છે. ઉનાળુ પાકની લણણી કરી બજારમાં પહોંચાડવા સાથે ખરીફપાક માટે ખેતર ખેડીને વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વર્ષે ચોમાસુ નબળુ રહેવાનો હવામાન વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે. એક્સટેન્ડેડ લોંગ રેન્જ ફોરકાસ્ટ હેઠળ ગુજરાતમાં 12 ટકા અને સૌરાષ્ટ્રમાં 18 ટકા વરસાદ ઓછો થવાની હવામાનશાસ્ત્રીની આગાહી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે “ચોમાસાના જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ ગુજરાતમાં 874 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 523 મિમી વરસાદ થાય છે. ચોમાસામાં વરસાદની જુદા જુદા મોડેલ હેઠળ આગાહી કરવામાં આવે છે. એક્સટેન્ડેડ લોંગ રેન્જ ફોરકાસ્ટ હેઠળ ગુજરાતમાં 12 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 ટકા વરસાદ ઓછો થવાની આગાહી કરવામાં આવી છે. વિશ્વકક્ષાએ અલનીનોથી ચોમાસાને પ્રભાવિત કરે છે.’ ભારતમાં પણ 4 ટકા વરસાદ ઓછો થવાની શક્યતા છે. ત્યારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ચોમાસુ નબળુ રહી શકે છે. હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે “મે મહિનામાં સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં મે મહિનામાં સરેરાશ ગુજરાતમાં 4.8 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 મિમી વરસાદ થાય છે. જેની સામે ગુજરાતમાં 7 મિમી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 9 મિમી એટલે સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરામાં અજાણ્યા શખ્સોએ બાપુની સરકારનાં હોર્ડિંગ્સ લગાવતાં રાજકીય ગરમાવો

વિધાનસભાની ચૂંટણીને આડે છ મહિના બાકી રહ્યા છે ત્યારે શહેરમાં શંકરસિંહ વાઘેલાની તસવીર સાથે ...

news

માતાના ખોળામાં મૃત્યુના સમયે પણ બાળકના ચહેરા પર હાસ્ય જોવા મળ્યુ

વડોદરામાં પાદરા-બોરસદ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇક પરથી ...

news

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલના દિકરાને નશાની હાલતમાં કતાર એરલાઈન્સે ઉતારી મુક્યા

ડિપ્ટી સીએમના નશામાં ઘુત પુત્ર જૈમિન પટેલને સોમવારે કતર એયરબેજે ફ્લાઈટ પરથી ઉતારી દીધા. ...

news

28મીથી રેશનની દુકાનો બંધ કરી દેવા પીએમ મોદીના ભાઈની ચેતવણી

ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓ સંદર્ભમાં 28 મેથી અચોક્કસ મુદ્દત માટે જાહેર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine