શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2017 (14:12 IST)

બાલારામના જંગલમાં વસતા વાંદરાઓ મહિને 300 કિલો બાટીની મિજબાની માણે છે

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એક એવું ભક્ત મંડળ છે જે    માત્ર સેવાભાવનાથી બે વર્ષથી સેવા કાર્યો કરે છે. જેમાં આ ભક્ત મંડળ દ્વારા મહિને 300 કિલો બાટીની વાંદરાઓને મિજબાની કરાવાય છે. તેમજ દર બે મહિને પછાત વિસ્તારના બાળકોને મિષ્ઠાન સાથે ભોજન અપાય છે. આમ ભક્ત મંડળ દ્વારા બાળકો અને જાનવરો પ્રત્યે અનોખો પ્રેમ છલકાઇ રહ્યો છે.  અઠવાડીયાના દર શુક્રવારે 50 કિલો બાટી તેમજ અમાસે 150 કિલો બાટી આમ એક મહિનામાં 300 કિલો બાટી બાલારામની આસપાસના જંગલોમાં જઇ વાંદરાઓને મિજબાની કરાવવામાં આવી રહી છે.  આ ઉપરાંત આ મંડળ દ્વારા દર બે મહિને કોઇ શાળામાં બાળકોને ભાવતું ભોજન જમાડે છે અને શાળાના બાળકો સાથે સ્નેહથી જોડાયેલા રહે છે.