1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2017 (15:34 IST)

જાપાની ડેલિગેશન વડનગરની મુલાકાતે, નગરના પ્રાચિન બૌદ્ધસ્તૂપો જોઈને હતપ્રભ થયાં

ઉત્તર ગુજરાતની સંતનગરી તરીકે જાણીતા વડનગરની  મુલાકાતે આવેલા જાપાનના રાજદૂત કેનજી હીરામત્સુએ જણાવ્યું હતું કે વડનગરનો બૌદ્ધસ્તૂપ બૌદ્ધ વિહારક સાથે જોડાયેલો છે એ અદભુત બાબત કહી શકાય. તેમણે બૌદ્ધ ધર્મ સાથે વડનગરના સંબંધો અંગેની ખરાઈ કરવા વધુ જાણકારી મેળવી હતી.   તેઓએ કહ્યું કે ખોદકામ કરવામાં આવ તો વડનગરમાં બૌદ્ધ સ્તૂપનો બીજો ભાગ પણ મળી શકે છે. જાપાનના રાજદૂતને વડનગર પાલિકા દ્વારા કિર્તી તોરણની પ્રતિકૃતિ આપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ ઘાંસકોળ દરવાજા નજીક બૌદ્ધ સ્તૂપની મુલાકાત લીધી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળની પણ મુલાકાત લીધી હતી. વડનગરની ઘરતીના પેટાળમાં ધરબાયેલા અતિપ્રાચીન અવશેષો શોધી કાઢવા ઉત્ખનન ચાલી રહ્યું છે. નગરમાં ખોદકામ દરમિયાન બૌધકાલિન સ્તૂપ અને સોલંકીકાળના અવશેષો પણ મળી આવ્યા છે.