શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 29 મે 2017 (14:50 IST)

આ Viral થયેલા વીડિઓએ ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા ઉડાવ્યા

એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવાના સરકાર દ્વારા અવારનવાર બણગા ફૂંકવામાં આવે છે. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રીનો પુત્ર ચિક્કાર દારૂ ઢીંચેલી હાલતમાં એરપોર્ટ પર જોવાયો હતો. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સુરેન્દ્રનગરનો યુવાન પોતાની પાસે તમામ બ્રાન્ડનો વિદેશી દારૂ 24 કલાક મળી રહેશે તેવું જણાવવાની સાથે પોતાનું એડ્રેસ મોબાઈલ નંબર ઉપરાંત પોતાને ક્યાં પોલીસકર્મીનો સાથ-સહકાર છે

તે જણાવવાની સાથે પોતે દેણામાં હોવાથી પોલીસની જેમ લોકો પણ તેમની પાસેથી દારૂ ખરીદે અને તેને સહકાર આપે તેવી અપીલ પણ કરી છે. આ વીડિયોના આધારે પોલીસે યુવકની ધરપકડ પણ કરી લીધી છે. વાયરલ થયેલ વીડિયોમાં કોઇને દારુ જોઇ તો હોય તો મારો સંપર્ક કરજો. તમને કોઈ પોલીસ નહી પકડે તેની હું ગેરંટી આપુ છું. કારણ કે સીસોદિયા સાહેબ એલસીબી પીઆઇ અને પરમાર સાહેબ મારી સાથે ભાગીદારીમાં છે. તમે ગમે ત્યાં એન્જોય કરી શકો છો. મારી પાસે વિવિધ પ્રકારના વિદેશી દારુની બોટલ છે. આપ મારો 24 કલાક સંપર્ક કરી શકો છો. મારા સમાજના લોકો બીજે ક્યાંય દારુ લેવા ન જતાં. તમે કોઈ ચિંતા ન કરો. પરમાર સાહેબ જે માલ પકડે છે એ મારો છે, પોલીસે કામગીરી દેખાડવી પડે એટલે પકડે છે તેથી હું મારો દારુ પકડાવી કેસ આપુ છું. ભાઇએ તમે કોઈ ચિંતા ન કરતાં. પોલીસ પોલીસનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું. તમે મને હેલ્પ કરો, હું થોડો દેણામાં છું, પોલીસ પણ મને હેલ્પ કરે છે.