શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2017 (12:49 IST)

કેરળ જેવી ઘટના ગુજરાતમાં ઘટી તો આજીવન કારાવાસ - વિજય રૂપાણી

કેન્દ્ર સરકારના પશુઓને કતલખાને જતાં રોકવા માટે લાગુ કરેલા કાયદાના વિરોધમાં કેરળમાં યુવા કોંગ્રેસ દ્વારા ખુલ્લેઆમ વાછરડાની હત્યા કરી બીફ પાર્ટી યોજવામાં આવી હતી તેના મુદ્દે સમગ્ર દેશમાં આકરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખી યોજવામાં આવેલા સરપંચ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. રૂપાણીએ કહ્યું કે, ‘આ ગુજરાત છે, ગૌ માતાની હત્યા કરશે એને જન્મટીપ થશે. આ કેરળ નથી, ગુજરાત છે. આ કોંગ્રેસ નથી. ભાજપ છે જ્યાં ગાય માતાની રક્ષા એ અમારો ધર્મ છે. ગાયની હત્યા કરનારને જન્મટીપ.’ગાયની ખુલ્લંખુલ્લી હત્યા કરીને કોંગ્રેસ શું મેસેજ આપવા માગે છે.’ તેમ કહી રૂપાણીએ ઉમેર્યું કે, ‘દેશના કરોડો લોકો માટે ગાય, ગીતા, ગંગા એ શ્રધ્ધાનું પ્રતિક છે. ૩૩ કરોડ દેવી-દેવતાઓનો આ ગાય માતામાં વાસ છે.

એની હત્યા માટે દેશની જનતા પાસે ગુજરાત કોંગ્રેસે પણ માફી માગવી જોઈએ.ભાજપના આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ‘ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ગાય માતાને નામે રાજનીતિ કરીને સમાજને ગુમરાહ કરી રહ્યો છે. રાજ્યમાં ભાજપના ૨૨ વર્ષના શાસનમાં હજારો એકર ગૌચરની જમીન ભ્રષ્ટાચારીઓને આપી છે અને રાજ્યમાં ગૌચર રહ્યું ન હોવાથી ગાયને પ્લાસ્ટિક ખાવા મજબૂર બની છે અને રીબાઈને મરે છે.’તેમણે વધુમાં કહ્યું કે, ‘ કોંગ્રેસે તો કેરળના કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે અને અમારા ટોચના નેતાઓએ માફી પણ માગી લીધી છે. પરંતુ ભાજપના નેતાઓ ગૌમાંસની વકીલાત કરે છે તેનું શું? તેમના નેતાએ જ જાહેરમાં કહ્યું હતું કે તેઓ ગૌમાંસની પાર્ટી કરશે. તો પછી તેમની સામે કેમ પગલા લીધા નથી.’