મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2017 (12:48 IST)

હિમાલયા મોલમાંથી ફરાર સાઘ્વી જયશ્રીગીરી રાજસ્થાનમાંથી ઝડપાઈ

14 જૂનના રોજ હિમાલયા મોલમાંથી ફરાર થઈ ગયેલી સાધ્વી જયશ્રીગીરી નાથદ્વારા-ઉદેપુર હાઈવે પરના ટોલનાકા પરથી ઝડપાઈ છે. ગુજરાત પાસિંગની લાલ કલરની વોક્સવેગન કારમાં એક ચારથી પાંચ વર્ષનું બાળક અને ડ્રાઈવર સાથે સાધ્વી બેઠી હતી. સાધ્વી સાથે રહેલો ડ્રાઈવર ગાંધીનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના એસ.એલ.ચૌધરીના જણાવ્યા અનુસાર, ફરાર સાધ્વી જયશ્રીગીરીને  શોધવા માટે ક્રાઈમ બ્રાંન્ચની અલગ અલગ ટીમો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં તપાસ કરી રહી હતી.

જોકે, સાધ્વી રાજસ્થાનમાં ક્યાંક છૂપાઈ હોવાની ક્રાઈમ બ્રાંન્ચને શંકા હતી. જેથી ક્રાઈમ બ્રાંન્ચે રાજસ્થાન પોલીસની મદદ લઈ સાધ્વીને શોધવાની કવાયત શરૂ કરી હતી. જેમાં રાજસ્થાનના જયપુર, ઉદેપુર, નાથદ્વારા સહિત શહેરોમાં ક્રાઈમ બ્રાંન્ચ ખાનગી રાહે સાધ્વીની તપાસ કરી રહી હતી. ક્રાઈમ બ્રાંન્ચને બાતમી મળી હતી કે, સાધ્વી નાથદ્વારાથી ઉદેપુર હાઈવે પર એક કારમાં સવાર થઈને જઈ રહી છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંન્ચની ટીમ મંગળવારે ઉદેપુર ટોલનાકા પાસે ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન ટોલનાકામાં ગુજરાત પાસીંગની લાલ કલરની વોક્સવેગન કાર પ્રવેશી હતી. આ કારમાં સાધ્વી જયશ્રીગીરી સાથે ચારથી પાંચ વર્ષનું બાળક અને ડ્રાઈવર સવાર હતાં.જેમાં રાજસ્થાનના ઉદેયપુર પાસેના ટોલનાકા પાસેથી સાધ્વીની ધરપકડ કરવામાં આવી છે. માયાવી સાધ્વી ફરાર થતાં પોલીસે જાપ્તામાં રહેલી બે પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે માયાવી સાધ્વીને રાજસ્થાનના ઉદયપુર પાસેથી ઝડપી પાડી છે. હવે પોલીસે તે દિશામાં કામ કરશે કે માયાવી સાધ્વીને ભગાડવામાં કોઈનો હાથ છે કે નહીં.